Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલીમાં ભંગારનો ધંધો કરનાર મેનાદીન સલીમ શેખની હત્‍યા કરી લાશને અવાવરૂ જગ્‍યામાં ફેંકી દીધીઃ પોલીસ દ્વારા આરોપીઓની શરૂ કરેલી શોધખોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના રખોલી ગામમાંભંગારનો ધંધો કરતા યુવાનની હત્‍યા કરી તેના ભંગારના શેડથી થોડે દૂર અવાવરૂ જગ્‍યા પર ફેંકી દીધી હતી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાને અંજામ આપનારા આરોપીની દાનહ પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મેનાદીન સલીમ શેખ (ઉ.વ.45) રહેવાસી રખોલી, મુળ રહેવાસી ઉત્તર પ્રદેશ. મેનાદીન સલીમ શેખ રખોલી ગામમાં ભંગારનો ધંધો કરતો હતો. જેના ઉપર કોઈક અજાણ્‍યા ઈસમો દ્વારા રાત્રી દરમ્‍યાન હુમલો કરવામાં આવ્‍યો હતો અને એની લાશને ભંગારના શેડથી દૂર અવાવરૂ જગ્‍યા પર ફેંકી દીધી હતી.
રાત્રે મેનાદીન ઘરે નહિ આવતા એમના પરિવારના સભ્‍યો દ્વારા ભંગારના શેડ ખાતે તપાસ કરી હતી, પરંતુ તે નહીં મળી આવતા આજુબાજુના વિસ્‍તારમાં તપાસ કરતા ભંગારના શેડથી થોડે દૂર એક અવાવરુ જગ્‍યા પર ઈજાગ્રસ્‍ત અવસ્‍થામાં જોવા મળ્‍યા હતા. જેની તપાસ કરતા તે મૃત અવસ્‍થામાં જોવા મળ્‍યા હતા.
આ ઘટના અંગે તેમના પરિવાર દ્વારા સાયલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્‍યાં પી.એમ. દરમ્‍યાન પ્રાથમિક રિપોર્ટમાં હત્‍યા કરાઈ હોવાનું જણાવવામાં આવ્‍યું હતું. પરિવારના સભ્‍યો દ્વારા પોલીસને એમના પિતાનું મોત નિપજાવનારાઆરોપીઓને વહેલામાં વહેલી તકે ઝડપી પાડવાની અને સખ્‍ત સજા કરવાની માંગ કરી હતી. આ ઘટના અંગે સાયલી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

પરીયામાં સાંઈ મેઘપન ક્રિકેટ સ્‍ટેડિયમમાં જિલ્લામાં પ્રથમવાર ઈન્‍ટરનેશનલ ટી-20 ક્રિકેટ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

Leave a Comment