January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

રિક્ષા કન્‍ટેનરની સામે આવી જતા અકસ્‍માત સર્જાયો : સદ્દનસીબે કોઈ જાનહાની નહીં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી નેશનલ હાઈવે સલવાવ બ્રિજ પાસે આજે શુક્રવારે સવારે કન્‍ટેનર અને રિક્ષા વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી ન હતી.
વાપી નેશનલ હાઈવે અકસ્‍માત ઝોન બની ચૂક્‍યો છે. અહીં રોજેરોજ નાના મોટા અકસ્‍માતો સર્જાતા રહે છે. તેવો વધુ એક અકસ્‍માત આજે સલવાવ બ્રિજના છેડે સુરત તરફ જઈ રહેલ કન્‍ટેનરની આડે રિક્ષા આવી જતા કન્‍ટેનર ચાલકે કાબુ ગુમાવ્‍યો હતો તેથી કન્‍ટેનર ડિવાઈડર તોડી સામેની મુંબઈ ટ્રેકઉપર ચઢી જતા અકસ્‍માત સર્જાયો હતો. જો કે અકસ્‍માતમાં કોઈની જાનહાની થવા પામી નહોતી. અકસ્‍માત બાદ હાઈવે જામ થવા લાગ્‍યો હતો. ઘટના સ્‍થળે પહોંચી પોલીસે ટ્રાફિક નિયમિત કરવાની કવાયત હાથ ધરી હતી.

Related posts

સેલવાસ કલા કેન્‍દ્રમાં જેઈઆરસી દ્વારા થયેલી લોક સુનાવણી

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

Leave a Comment