October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં તા.5 મે સુધી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

ખેડૂતો અને એપીએમસીના વેપારીઓને તકેદવારી રાખવા અનુરોધ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.05/05/2023 સુધી વલસાડ જિલ્લામાં હળવા અને મધ્‍યમ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલા લેતા જ હોય છે, તેમ છતાં નીચે મુજબના તકેદારીના પગલા લેવા જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્‍પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેનેતાત્‍કાલિક સલામત સ્‍થળે ખસેડવાની કામગીરી કરવી, અથવા પ્‍લાસ્‍ટિક/તાડપત્રીથી યોગ્‍ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્‍થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો, એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરી સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા, એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.
આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્‍તારના ગ્રામ સેવક/વિસ્‍તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કળષિ વિજ્ઞાન કેન્‍દ્ર, અંભેટી અથવા કિસાન કોલ સેન્‍ટર ટોલ ફરી નંબર-18001801551નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

સંઘપ્રદેશ રમત અને યુવા વિભાગ દ્વારા સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં ઈન્‍ટર સ્‍કૂલ ‘ટગ ઓફ વોર’ અને ‘લગોરી(ઠીકરીદાવ)’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણની સાર્વજનિક શાળામાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

વલસાડ કાંપરી ઓવરબ્રિજ પર એસ.ટી. બસને નડયો અકસ્‍માત : ઝાડીમાંથી આવેલ ત્રણ પશુ અથડાયા

vartmanpravah

Leave a Comment