Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: આજે સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચ દ્વારા પ્રથમ વર્ષના એલ.એલ.બી., બી.એલ.એસ. એલ.એલ.બી. અને ડિપ્‍લોમા અભ્‍યાસક્રમના નવા શૈક્ષણિક બેચ 2022-’23 માટે ઓરિએન્‍ટેશન એલ.સી.એસ.સી.ટી.ના અધ્‍યક્ષ શ્રી ફત્તેહસિંહ ચૌહાણની અધ્‍યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુંબઈ હાઈકોર્ટના વરિષ્‍ઠ વકીલ શ્રીમતી વર્ષા પલવના મુખ્‍ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત સ્‍વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. આ ઓરિએન્‍ટેશન પ્રોગ્રામમાં પ્રથમ વર્ષના અભ્‍યાસક્રમની શરૂઆતને ચિホતિ કરવામાં આવી હતી. સહાયક પ્રોફેસર અને બી.એલ.એસ. એલ.એલ.બી. વિભાગના પ્રમુખ સુશ્રી સુમન શર્મા અને સહાયક પ્રોફેસર શ્રી વિનિત કુમાર ચૌબેએ કાનૂન બાદ કારકિર્દી વિકલ્‍પો અને કાયદાના મહત્‍વ અંગે જાણકારી આપી હતી. જ્‍યારે ઉપાધ્‍યક્ષ શ્રી એ.ડી.નિકમે ગત શૈક્ષણિક વર્ષમાં લો કોર્ષ પૂર્ણ કરનારને શુભકામનાઓ આપી અને તેમણે કાયદાના વિદ્યાર્થીકાળના પોતાના સંસ્‍મરણોને વિદ્યાર્થીઓ જણાવ્‍યા હતા.
શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સની મનાલીચૌહાણને મુંબઈના 55મા યુવા ઉત્‍સવ યુનિવર્સિટીમાં આયોજન સમિતિના સભ્‍ય તરીકે પસંદ કરવા બાબતે તેમને મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રશસ્‍પિપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ પ્રસંગે સચિવ શ્રી એ.નારાયણન, કોષાધ્‍યક્ષ શ્રી વિશ્વેશ દવે, સંયુક્‍ત સચિવ શ્રી જયેન્‍દ્રસિંહ રાઠોડ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સના ઈન્‍ચાર્જ પ્રિન્‍સિપાલ ડો. સીમા પિલ્લઈ, લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલના પ્રિન્‍સિપાલ શ્રી એ.એન.શ્રીધર, વાઈસ પ્રિન્‍સિપાલ શ્રીમતી નિરાલી પારેખ, સુશ્રી નિશા પારેખ, સહિત કોલેજના આચાર્ય અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
અંતમાં સુશ્રી સુમન શર્મા દ્વારા આભારવિવિધ આટોપી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચિવલમાં ફાયનાન્‍સ કંપનીના લોન પેટેની રકમ બાબતના વારંવાર ફોનથી કંટાળી પીયાગો માલિકે રિક્ષા સળગાવી દીધી

vartmanpravah

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ

vartmanpravah

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

Leave a Comment