April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવપારડીવલસાડવાપીસેલવાસ

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

વલસાડ જિલ્લા પોલીસની પ્રોહિબિશન ડ્રાઈવ ટાઈટ : 390 ચેકપોસ્‍ટ ઉપર રાઉન્‍ડ ધ ક્‍લોક પોલીસ એકશન મોડ ઉપર હશે


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29 : બે વર્ષના કોરોના કાળના અંતરાલ પછી પ્રથમ થર્ટીફસ્‍ટ ગણતરીના કલાકોમાં આવી રહી છે ત્‍યારે વલસાડ જિલ્લા પોલીસ પ્રોહિબિશન ડ્રાઈવ પણ મજબુત બનાવી દીધી છે. ગુજરાત વલસાડ જિલ્લામાં દમણ-સેલવાસથી પ્રવેશતા તમામ રોડ-રસ્‍તાઓ ઉપર 390 ઉપરાંત પોલીસ ચેકપોસ્‍ટ તહેનાત કરીને પોલીસ એકશન મોડ ઉપર આવી ગઈ છે.
સુરતથી લઈ વાપી-વલસાડ સુધી 31 ડિસેમ્‍બરની ઉજવણી કરવાનો ક્રેઝ ખુબ જાણીતો રહ્યો છે. થર્ટીફસ્‍ટની ઉજવણી કરવા માટે દમણ-સેલવાસમાં હજારોની સહેલાણીઓ ઉમટી પડે છે. હોટલ-રેસ્‍ટોરન્‍ટ-બારોનું 80 ટકા ઉપરાંતનું એડવાન્‍સ બુકીંગ થઈ ચૂક્‍યુ છે ત્‍યારે બીજી તરફ વલસાડ જિલ્લા પોલીસે પણ પ્રોહિબિશન ડ્રાઈવરની પૂર્વ તૈયારી કરી લીધઈ છે. 390 ઉપરાંત ચેકપોસ્‍ટ ઉપર પોલીસ જવાનો તહેનાતરહેશે તેમજ વિવિધ ચેકપોસ્‍ટ ઉપર 70 થી વધુ બ્રેથ એનેલાઈઝર તૈયાર રખાયા છે. જેથી પિધ્‍ધડોની સીધી તપાસ પોલીસ કરશે. એવરેજ થર્ટીફસ્‍ટની રાતે કે સવારે વિવિધ ચેકપોસ્‍ટ ઉપર 1000 થી ઉપરાંત પિધેલા ઝડપાય છે તેથી પોલીસે તાલુકા પોલીસ મથકોએ મંડપ અને હોલની આગોતરી વ્‍યવસ્‍થા કરી દીધી છે. કારણ કોરોનાને લઈ સોશ્‍યિલ ડિસ્‍ટન્‍સની વ્‍યવસ્‍થા ધ્‍યાને લેવાઈ છે. દમણ-સેલવાસથી દારૂની મોજ માણી ગુજરાતમાં પ્રવેશતા ઘરે નહીં પહોંચી શકો પણ સીધા પોલીસ હવાલાતમાં હશો તેવી પ્રોહિબિશન ડ્રાઈવની પોલીસે જડબેશલાક એકશન લઈ લીધી છે.

Related posts

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર મિત્રતા કેળવી પારડીના યુવકે વલસાડની યુવતીને ગર્ભવતી બનાવી તરછોડી, પી.બી.એસ.સી.એ જીવન બચાવ્‍યું

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે મોટી દમણની ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં પી.એસ.આઈ હિરલ પટેલનું કરાયેલું સન્‍માન

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

Leave a Comment