Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઓગસ્‍ટ માસ માટે વરકુંડ વિભાગના જિ.પં. સભ્‍ય અને સરપંચને ભથ્‍થાંની ચૂકવણી કરાતા જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનનો માનેલો આભાર

જિલ્લા પંચાયતના પંચાયતી રાજ અંતર્ગતના દરેક સંવૈધાનિક અધિકારો મળે એ પ્રકારની વ્‍યવસ્‍થા કરવા પણ જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ પ્રશાસનને કરેલી અરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : દમણજિલ્લા પંચાયતના વરકુંડ એ-વિભાગના જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મીટનાએ જિલ્લા પંચાયતની મીટિંગો અને કાર્યક્રમોમાં ભાગ લેવા માટે જિલ્લા પંચાયત સભ્‍યો અને સરપંચોને ઓગસ્‍ટ માસ માટે થયેલી ભથ્‍થાંની ચૂકવણી અંગે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીનો આભાર પ્રગટ કર્યો છે.
જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી સદાનંદ મીટનાના જણાવ્‍યા પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને સંવેદનશીલ અને માનવીય અભિગમ અપનાવી જિલ્લા પંચાયત અને સરપંચોને વિવિધ મીટિંગો અને કાર્યક્રમમાં ભાગ લેવા માટે નિર્ધારિત ભથ્‍થું મુકરર કરવામાં આવેલ છે. જે પૈકી ઓગસ્‍ટ, 2023માં વરકુંડ ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયત સભ્‍ય અને સરપંચને મળેલા ભથ્‍થાં બદલ સંઘપ્રદેશ પ્રશાસન અને પ્રશાસકશ્રી પ્રત્‍યે આભારની લાગણી પ્રગટ કરી છે.
વરકુંડ એ-વિભાગના જિ.પં. સભ્‍ય શ્રી સદાનંદ મીટનાએ જિલ્લા પંચાયતને પંચાયતી રાજ અંતર્ગતના દરેક સંવૈધાનિક અધિકારો મળે એ પ્રકારની વ્‍યવસ્‍થા કરવા પણ પ્રશાસન સમક્ષ અરજ કરી છે.

Related posts

ચીખલીમાં તાલુકા સેવા સદન બિલ્‍ડિંગ મધમાખી ઉછેર કેન્‍દ્ર બન્‍યું

vartmanpravah

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

વલસાડ ટીવી રીલે કેન્‍દ્રમાં ગટરલાઈન કામગીરી દરમિયાન આર.પી.એફ. જવાન અને શ્રમિક પરિવાર વચ્‍ચે બબાલ-મારામારી થઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

Leave a Comment