Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ શર્માની WEST ઝોન ઈન્‍ટુકના પ્રભારી તરીકે નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01
દાનહ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મહેશ શર્માને ભારતીય રાષ્‍ટ્રીય મઝદૂર કોંગ્રેસ (ઈન્‍ટુક), WEST ઝોનના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ બનાવવામાં આવ્‍યા છે. ઈન્‍ટુક રાષ્‍ટ્રીય પ્રમુખ શ્રી સ્‍વામીનાથ જયસ્‍વાલ (પપ્‍પુ ભૈયા)એ સોમવારે આ અંગે આદેશ જારી કર્યો છે. શ્રી મહેશ શર્મા દાદરા નગર હવેલી અને દમણ-દીવ, ગોવા, ગુજરાત અને મહારાષ્‍ટ્રના પ્રભારી રહેશે.
આ ઉપરાંત ઈન્‍ટુકના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી સ્‍વામીનાથ જયસ્‍વાલે પણ આ જ ક્રમમાં અન્‍ય ઝોનના પ્રભારીઓની નિમણૂક કરી છે. જેમાં દક્ષિણ ઝોનમાંથી શ્રી બલવિંદર સિંહ બિલ્લા, પૂર્વોત્તર ઝોનમાંથી શ્રી ઈશ્વર કુમાર પાસી, ઉત્તર ઝોનમાંથી શ્રી એમ.રામેશ્વર મેવાડા, સેન્‍ટ્રલ ઝોનના ઈન્‍ચાર્જ તરીકે ડૉ. રાજેશ શર્માની નિમણૂક કરવામાં આવી છે.
શ્રી મહેશ શર્માને રાષ્‍ટ્રીય મંચ પર આટલી મોટી જવાબદારી મળ્‍યા બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં તેમને અભિનંદન પાઠવનારાઓનો મેળાવડો શરૂ થયો હતો. પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓએ શ્રી મહેશ શર્માને ઈન્‍ટુકના પ્રભારી રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ બનાવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું.

Related posts

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

છેલ્લા બે મહિનાથી દાનહમાં બેંકો રૂા.1 લાખ કરતા વધુની રકમના ઉપાડ તથા જમાની વિગતો પ્રશાસનને આપશે

vartmanpravah

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

કપરાડા વિસ્‍તારના લોકોને ગેરમાર્ગે દોરવા ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના નકશા બોગસ હોવાનો ખુલાસો થયો

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ ઉદવાડા દરિયા કિનારે સ્‍વચ્‍છતા અભિયાન કર્યુ

vartmanpravah

Leave a Comment