October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અગામી તા.11મી નવેમ્‍બરથી 19મી નવેમ્‍બર સુધી જન ચેતનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં 11મી નવેમ્‍બરના દિવસે દમણવાડા ગ્રામ પંચાયત આત્‍મ સન્‍માન દિવસ તરીકે ઉજવણી કરશે.
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા અગામી તા.14મી નવેમ્‍બરના રોજ આઈ.એ.એસ., આઈ.પી.એસ. જેવી સિવિલ સેવાઓ તથા સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન મળી રહે એ માટે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશન દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં ધોરણ 9 થી માંડી સ્‍નાતક, અનુસ્‍નાતક, ડોક્‍ટર, એન્‍જિનિયર જેવા બેચલર કે માસ્‍ટર ડીગ્રી ધરાવતા યુવાન-યુવતિઓને તેમની કારકિર્દી માટે મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક શ્રી વ્રજ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
અગામી તા.14મી નવેમ્‍બરના રોજ દમણ ખાતે યોજાનારા આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન મેળવવા ઈચ્‍છતા યુવક-યુવતિઓ તથા તેમના માતા-પિતાઓ દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અથવા સરપંચ શ્રી મુકેશ ગોસાવીનો રૂબરૂ યા ટેલીફોનથી સંપર્ક કરી શકે છે.

Related posts

દાનહમાં લીકરના 60થી વધુ લાયસન્‍સધારકોને વેટ વિભાગે નોટિસ પાઠવતા ફફડાટ

vartmanpravah

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

vartmanpravah

ખતલવાડ પંચાયતે રસ્‍તાની કામગીરી માટે પસાર કરેલો ઠરાવ સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા ‘જેસીઆઈ વીક’ની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah

Leave a Comment