(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
સેલવાસની એક સંસ્થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી છે સ્વતંત્ર સેનાનીના દોહિત્રએ 4 લાખનો ટેમ્પો સંસ્થાને દાન કર્યું છે
સેલવાસમાં ‘એક નઈ પહેલ આપ કે સાથ’ નામની સંસ્થા પ્રદેશના આગેવાનો તેમજ રાજકીય નેતાઓના જન્મ દિવસે વળક્ષા રોપણ કરે છે તેમજ એમ્બ્યુલન્સ સેવા આપે છે. આજે સ્વતંત્ર સેનાની શ્રી ભીખુભાઈ પંડ્યાના દોહિત્ર (પુત્રીના પુત્ર) શ્રી નીરજ યાદવ તેમજ એમના પરિવારે 4 લાખ રૂપિયાની કિંમતનો ટેમ્પો મોક્ષ રથ માટે આપ્યો હતો.
સંસ્થાએ બીજા 5 લાખનો ખર્ચ કરી કુલ 9 લાખના ખર્ચે તૈયાર મોક્ષ રથ લોક સેવા માટે આજે શરૂ કરી છે. કોવિડના સમયે આ સંસ્થાએ નિઃશુલ્ક સેવા પ્રદાન કરી હતી તેમજ સામાજિક અનેક કાર્યક્રમો સંસ્થા કરતી રહે છે.