October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી દાનહના ઉજ્જવળ ભવિષ્‍યનો અભિનવ ડેલકરે વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

  • શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે પ્રદેશ કાર્યાલય ટોકરખાડા ખાતે શિવસેના પ્રમુખ અભિનવ ડેલકર અને સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં યોજયો શ્રદ્ધાંજલિ કાર્યકમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ શિવસેનાના કાર્યાલય ટોકરખાડા ખાતે આજે શિવસેનાના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની 9મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકર અને સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી અભિનવ ડેલકરે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિવસેના સુપ્રિમો બાલા સાહેબ ઠાકરેની વિચારધારાને સાથે રાખી પ્રદેશને ઉજ્જવળ ભવિષ્‍ય તરફ લઈ જવામાં આવશે. ડેલકર પરિવાર અને ઠાકરે પરિવારે હાથ મેળવતાની સાથે જ સારા પરિણામોની શરૂઆત પ્રદેશમાં જોવા મળી છે. જે પ્રમાણે મહારાષ્‍ટ્રરાજ્‍યમાં શિવસેનાના મુખ્‍યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરેના કામોની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ રહી છે તેવી રીતે આપણા પ્રદેશના કામોની નોંધ રાષ્‍ટ્રીય સ્‍તરે લેવામાં આવે તે પ્રકારની કાર્યશૈલી સાથે કામો કરવામાં આવશે. આ પ્રસંગે જન પ્રતિનિધિઓ સહિત શિવસેનાના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દુણેઠા પંચાયત સામે યુ.પી.ના એક ઈસમે ઝાડ સાથે ગળે ફાંસો લગાવી કરેલો આપઘાત

vartmanpravah

દાનહમાં દિવ્‍યાંગો માટે મડિકલ કેમ્‍પનું આયોજન કરાશે

vartmanpravah

‘ફિટ ઇન્‍ડિયા ક્‍વિઝ’ સ્‍પર્ધા માટે સામરવરણીની અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ શાળાના વિદ્યાર્થી આયુષ કુમાર સિંહની સ્‍ટેટ ચેમ્‍પિયનશીપ માટે થયેલી પસંદગી

vartmanpravah

…નહીં તો પ્રશાસનેપુરુષની જગ્‍યાએ જનરલ વાંચવા કોરીજેન્‍ડમ બહાર પાડવું પડશે

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

દાદરાથી છ જુગારીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment