(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
દાદરા નગર હવેલીમાં નવા 01 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમાં 15 ક્રિય કેસ છે,અત્યાર સુધીમા 6283 કેસ રીકવર થઇ ચુકયા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે.
પ્રદેશમા આરટીપીસીઆરના 365 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાંથી 01 વ્યક્તિનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 127 નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નહી આવતા કુલ 01 રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલમાં પ્રદેશમાં 01 કન્ટાઈમેન્ટ ઝોન નક્કી કરાયું છે. આજરોજ 02 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.

