Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં 11, દાનહમાં 14 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર અપાયેલો ભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ/સેલવાસ/દીવ, તા.17
દમણમાં આજે કોરોનાના 11 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 14 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 112 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 96 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3578 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 15 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવો એકપણ કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યો નથી. હાલમાં દાભેલ-07, કચીગામ-03, દલવાડા-0ર, ભીમપોર-01, દુણેઠામાં-01, નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-08 જાહેર કરવામાં આવ્‍યા છે.
દાદરા નગર હવેલીમાં આજરોજ નવા 14 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 116 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5974 કેસ રીકવર થઇ ચુકયા છે. ત્રણ વ્‍યક્‍તિનુ મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 165 નમૂનાઓ લેવામાઆવ્‍યા હતા. જેમાંથી 14 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 56 નમૂના લેવામા આવ્‍યા હતા. આમ કુલ 14 રિપોર્ટ પોઝિટિવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં 14 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. જેમાં 08 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામા આવ્‍યુ઼ હતું. જેમા આજે 1716 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે -દેશમા -થમ ડોઝ 438080 અને બીજો ડોઝ 306852 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1390 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 746322 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવા બે કેસો નોંધાયા છે. કુલ 11 કેસો સક્રિય છે. અત્‍યાર સુધીમાં 1234 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે. હાલમાં દીવમાં 07, ઘોઘલા વિસ્‍તારમાં 04, વણાંકબારામાં-07 અને બુચરવાડા અને ઝોલાવાડી વિસ્‍તારમાં કુલ 04 કન્‍ટેઈન્‍ટમેન્‍ટ ઝોન જાહેર કરાયા છે.

Related posts

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

વાપી, બલીઠા, છરવાડા જલારામમંદિરોમાં બાપાની 223મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

vartmanpravah

દમણમાં ટાઉન પ્‍લાનિંગના નકશા બદલીના 1200 કરોડના કૌભાંડનો સીબીઆઈએ કરેલો પર્દાફાશ

vartmanpravah

Leave a Comment