June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર. કે. દેસાઈ કોમર્સ-મેનેજમેન્‍ટ કોલેજના વિદ્યાર્થી ટીવાય બીકોમમાં ટોપર બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આર.કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ, વાપી અંતર્ગત ટી.વાય. બી.કોમ સેમ 5 (ગુજરાતી માધ્‍યમ)નું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ આર.કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ, વાપી અંતર્ગત ટી.વાય. બી.કોમ સેમ 5 ના વિદ્યાર્થીઓએ 2024-25માં વીએનએસજીયુ દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ ક્રમે આવનાર પટેલ રોનક દશરથભાઈ (8.64 એસજીપીએ), દ્વિતીય ક્રમે ચૌધરી દુર્ગા કનૈયા લાલ (7.86 એસજીપીએ) અને ત્રીજા ક્રમે પટેલ દીપિકા અંતુષભાઈ (7.73 એસજીપીએ) મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફળતામાં કોમર્સ એન્‍ડ મેનેજમેન્‍ટ વિભાગના પ્રફોસર્સનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે તથા બી.કોમ વિભાગના હેડ ચિત્રા શેઠ દેસાઈ તથા કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.શીતલ ગાંધીની પણમહત્ત્વની ભૂમિકા રહી છે. આ જ્‍વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તેમજ સંસ્‍થાના ઈન્‍ચાર્જ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ તેમજ સર્વા પ્રાપ્તાપકોએ પણ આનંદ વ્‍યક્‍ત કરી અભિનંદન પાઠવ્‍યા હતાં.

Related posts

દાનહમાં સરકારી વ્‍યાજબી ભાવની દુકાનો(કંટ્રોલ)માંથી દર મહિને અનાજ નહીં ઉઠાવતા લાભાર્થીઓને પૂછાનારૂંકારણ

vartmanpravah

મરવડ કપ કોળી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં પટલારા ચેમ્‍પિયન : રનર્સ અપ દાભેલ દરિયાદિલ ટીમઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ખાસ ઉપસ્‍થિત રહી ઈનામનું કરેલું વિતરણ

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

નરોલી ચેકપોસ્‍ટ નજીક ટેમ્‍પોમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment