October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

પોલીસ સહયોગ સાથે આ અભિયાન 25નવેમ્‍બરથી 16 ડિસેમ્‍બર સુધી ચાલશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25
મહિલાઓ ઉપર થતી હિંસાનો વિરોધ કરવા વ્‍યક્‍તિગત અને સામુહિક સકારાત્‍મક બદલાવના પ્રયત્‍નોને મજબુત કરવાના વ્‍યાપક ઉદ્દેશ્‍ય સાથે ધરમપુરમાં આજે 25 નવેમ્‍બરથી 10 ડિસેમ્‍બર 16 દિવસસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ લોક જાગૃતિનો પોલીસના સહયોગ સાથે પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
સમાજમાંસ્ત્રીઓ ઉપર થતા અત્‍યાચાર-અન્‍યાય માટે 16 દિવસીય અભિયાન દરમિયાન ઘટતીસ્ત્રી જન સંખ્‍યા, યૌન હિંસા, બાળ લગ્નો, એકલીસ્ત્રીઓ સાથે સંકળાયેલા પાસા ઉપર સઘન કામગીરી કરવામાં આવશે. એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના સંયુક્‍ત પ્રયાસથી ધરમપુર પોલીસ સ્‍ટાફ તથા પી.એસ.આઈ. પરમારના સહયોગ સાથે અભિયાન લોન્‍ચ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ધરમપુર આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશભાઈ, સુરેશભાઈ બીલપુડી, તા.પં. સભ્‍ય ખુશાલભાઈ બારોલીયા, માજી સરપંચ બરૂમાળ ધીરજભાઈ નગયારીયા, કુકણા સમાજ, પ્રમુખ રાજેશભાઈ ધરમપુર તા.પં. આદિવાસી સભ્‍ય કલ્‍પેશ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

‘સંકલ્‍પથી સિદ્ધિ’ માટે સમગ્ર દેશમાં દૃષ્‍ટાંતરૂપ બનેલો દાનહ અને દમણ-દીવ પ્રદેશ

vartmanpravah

મણીપુરના પિશાચીકાંડ વિરૂધ્‍ધ ધરમપુર સજ્જડ બંધ : રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment