Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

દાનહમાં એસ.એસ.સી.ના ચાર કેન્‍દ્ર પર 4238 વિદ્યાર્થીઓ અને એચ.એસ.સી.ના વિજ્ઞાન પ્રવાહના એક કેન્‍દ્ર પર 611 વિદ્યાર્થીઓ તથા સામાન્‍ય પ્રવાહના 1100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ દમણમાં એસ.એસ.સી.ના 7 અને એચ.એસ.સી.ના 4 કેન્‍દ્રો ઉપર પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થયો હતો. જેમાં દાદરા નગર હવેલીમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં દરેક પરીક્ષા કેન્‍દ્ર ખાતે શિક્ષકો અને પ્રશાસનિક અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કપાળ પર તિલક કરી ફુલ અને બોલપેન આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું અને પરીક્ષામાં સારો દેખાવ કરે એ માટે શુભેચ્‍છા આપવામાં આવી હતી. દમણમાં પ્રશાસકશ્રીનાસલાહકાર શ્રી અમિત સિંગલા, નાણાં સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવત, શિક્ષણ નિર્દેશક શ્રી જતિ ગોયલ સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભકામના પાઠવી હતી.
આજે પ્રથમ દિવસે દાનહમાં ધોરણ 10ની પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્‍દીની પરીક્ષા લેવાઈ હતી. દાનહ જિલ્લામાં ધોરણ 10 માટે સેલવાસ, રખોલી, દપાડા અને ગલોન્‍ડા એમ કુલ 4 પરીક્ષા કેન્‍દ્ર ફાળવવામાં આવ્‍યા છે. આ ચારેય પરીક્ષા કેન્‍દ્ર પર ધોરણ 10ના કુલ 4238 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્‍યારે દમણમાં એસ.એસ.સી.ના 7 અને એચ.એસ.ના 4 કેન્‍દ્ર ઉપરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
સેલવાસમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે ફક્‍ત એક જ પરીક્ષા કેન્‍દ્ર ફાળવામાં આવેલ છે. જેમાં પ્રથમ દિવસે ભૌતિક વિજ્ઞાનના પેપરમાં કુલ 611 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જ્‍યારે સામાન્‍ય પ્રવાહમાં એકાઉન્‍ટ વિષયની પરીક્ષા માટે એકમાત્ર સેલવાસ કેન્‍દ્ર ખાતે 1100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે પ્રથમ દિવસે તમામ પરીક્ષા કેન્‍દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થઈ હતી. ધોરણ 10માં 23 અને ધોરણ 12માં પાંચ દિવ્‍યાંગ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપી હતી.

Related posts

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

માતૃશક્‍તિ જ્‍યારે સાથે છે ત્‍યારે આપણો વિજય નિヘતિ છેઃ ઉમેદવાર મહેશભાઈ ગાવિત

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

સેલવાસની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજના વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમે આપદા વ્‍યવસ્‍થાપન અંગેની આપેલી તાલીમ

vartmanpravah

Leave a Comment