અંતરીયાળ વિસ્તારમાં લોક જાગૃતિનો થઈ રહેલો સંચાર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28
ધરમપુર કાનજી ફળીયામાં આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રદાન, અંગદાન અને દેહદાન કરવા માટે જાગૃત નાગરિક ભાઈ-બહેનોએ સંકલ્પ લીધો હતો અને સમાજને ઉમદા સંદેશ પુરો પાડવામાં આવ્યો હતો.
આજે રવિવારે ધરમપુર કાનજી ફળીયામાં સા.આલિયા અંકિતભાઈ પટેલના સ્મરણાર્થે પાર્થ ટ્રેડર્સ વાપી, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ, રેઈનબો વોરિયર્સ ધરમપુર દ્વારા આયોજીત મહારક્તદાન કેમ્પમાં નેત્રદાન, અંગદાન, દેહદાન સંકલ્પ લેવાયા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અરવિંદભાઈ, આદિવાસી એકતા પરિષદના શ્રી કમલેશભાઈ, શ્રી જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર સહિતના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અંગદાન, દેહદાન, નેત્રદાન અંગે લોકોમાં સતત જાગૃતિ લાવવાનો ભગીરથ યત્ન ધરમપુર તા.પં.ના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે સરાહનીય જહેમત ઉઠાવી હતી.