December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને બંધનનો તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
આપણી વૈદિક સંસ્‍કળતિ અને પરંપરાનો વારસો જળવાઈ રહે અને તેનુ સાચું મહત્‍વ વિદ્યાર્થીઓ સમજે તેવા ઉમદા હેતુસર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસના ઉપલક્ષમાં શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં તમામ શિક્ષકોના સહયોગથી રક્ષાબંધનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં ધો 1 થી 4 ના કુલ 159 વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં દરેક ભાઈઓના હાથ ઉપર બહેનોએ રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવી ભાઈઓનું મોં મીઠું કરાવવામાં આવ્‍યું હતું. તો ભાઈઓ દ્વારા દરેક બહેનોને ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તેમજ સર્વે શિક્ષકગણો દ્વારા દરેક વિદ્યાર્થીઓને રક્ષાબંધનપર્વની શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી.

Related posts

2024ની લોકસભા ચૂંટણી માટે ‘ઓલ્‍ડ ઈઝ ગોલ્‍ડ’ ભાજપની ટિકિટ માટે ગોપાલદાદા પ્રબળ દાવેદાર

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

વાપીના લવાછામાં રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું ઉષ્‍માભેર સ્‍વાગત કરતા ગ્રામજનો

vartmanpravah

કોલક ખાડીમાંથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો વેપલો ફરી શરૂ: પારડી પોલીસે 26 હજારનો દારૂ અને બે મોટર સાયકલ મળી 121400 નો મુદ્દામાલ કબજે કર્યો

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment