January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સેલવાસની સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા ગયેલ યુવાન સાથે અજાણ્‍યા બે યુવાનોએ 20 હજાર રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કમલેશ યાદવ જેઓ આશુ એન્‍ટરપ્રાઇઝીસ કંપની પીપરીયામાં નોકરી કરે છે. જેઓ પોતાના પૈસા સેન્‍ટ્રલ બેંક ઓફ ઇન્‍ડિયા સેલવાસ બ્રાન્‍ચમાં જમા કરાવવા ગયા હતા તે સમયે બેંકમાં ખાતામાં પૈસા જમા કરાવવા માટે સ્‍લીપ ભરી રહ્યો હતો એ સમયે બે અજાણ્‍યા વ્‍યક્‍તિ એની પાસે આવ્‍યા અને એક વ્‍યક્‍તિએ પોતે સંજય હરિજન છે એમ જણાવ્‍યું હતું અને તેણે અમારે પણ પૈસા જમા કરાવવાના છે એમ કહ્યું અને એક વ્‍યક્‍તિ કમલેશ યાદવને બહાર લઈ ગયો અને જણાવ્‍યું કે મારા પૈસા પણ જમા કરાવવાના છે તો તમારા પૈસા પણ મને આપી દે જેથી અમે બે જણા સાથે જમા કરી દઈએ. ત્‍યારબાદ તમારા ખાતામાં ટ્રાન્‍સફર કરી દઈશું. કમલેશ યાદવે બહાર રિક્ષામાં બેઠેલ બે વ્‍યક્‍તિને રોકડા વીસ હજાર રૂપિયા આપી દીધા હતા. અજાણ્‍યા યુવકોએ એક મોબાઈલ નંબર આપેલ જે નંબર પર ફોન કરતા ફોન બંધ આવતો હતો. તો સામેવાળા વ્‍યક્‍તિએ જણાવ્‍યું કે એમાં બેલેન્‍સ નથી તેથી કમલેશ યાદવે 99રૂપિયાનું રિચાર્જ કરાવ્‍યું. જેના રોકડા સો રૂપિયા કેશ આપી દીધા હતા. અન્‍ય એક વ્‍યક્‍તિએ જણાવેલ કે મારેટ્રેઈન પકડવાની છે એમ કહી બન્ને વ્‍યક્‍તિ રિક્ષામાં બેસી નીકળી ગયા હતા. કમલેશ યાદવને જે નંબર આપેલ એના પર ફરી ફોન લગાવ્‍યો તો સ્‍વીચ ઓફ બતાવતો હતો, જ્‍યારે કમલેશ પોતાની સાયકલ લેવા માટે હરિયાણા હોટલ પર ગયો તો ત્‍યાં અજાણ્‍યો વ્‍યક્‍તિ નહીં દેખાતા ફરી ફોન કર્યો, પરંતુ ફોન સ્‍વીચ ઓફ હતો. ત્‍યારબાદ કમલેશ યાદવ પીપરીયાથી દાદરા સુધી બંને વ્‍યક્‍તિઓને શોધવા નીકળેલ હતો પણ મળેલ નહિ જ્‍યારે બે અજાણયા વ્‍યક્‍તિઓએ જણાવેલ કે અમે હરિયાણા હોટલ નજીક જ રહીએ છીએ અને ત્‍યાં જ મળીશું. ત્‍યાં તપાસ કરતા પણ ન મળી આવતા પીપરીયા આઉટ પોસ્‍ટમાં કમલેશ યાદવે ફરિયાદ નોંધાવી હતી અને બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ન્‍યાય અપાવવા અને યોગ્‍ય કાર્યવાહી કરવા અને પૈસા પરત મળે એવી માંગ કરી છે.

Related posts

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

આઇ.સી.ડી.એસ. વલસાડના ઘટક-૧ ના ભદેલી જગાલાલા સેજામાં રોટરી કલબ ઓફ વલસાડ તરફથી ૩૫ સર્ગભા માતાઓને પોષણકીટનું વિતરણ કરાયું

vartmanpravah

આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ સમગ્ર રાષ્‍ટ્ર માટે પણ દિશાદર્શક બની શકે છે

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલા નુકશાનના વળતર માટે ત્રણ ધારાસભ્‍યોની રજૂઆત

vartmanpravah

10 વર્ષની બાળા સાથે દુષ્‍કર્મ કરનાર મરવડ હોસ્‍પિટલના સિક્‍યુરીટી ગાર્ડને પોલીસે બિહારથી ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment