October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

ઝીરો વિઝીબીલીટી વચ્‍ચે રેલ અને વાહન વ્‍યવહાર પ્રભાવિત

ચારથી છ કલાક સિમલા જેવું વાતાવરણ જોવા મળ્‍યું : આંબાવાડી હાફૂસ કેરી પાકને ધુમ્‍મસ ખરાબ કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા. 05
વાપી સહિત વલસાડ જિલ્લામાં બે દિવસ વરસાદીયા અને ઠંડીના માહોલ બાદ આજે રવિવારે પ્રકૃતિએ મિજાજ બદલ્‍યો હતો. મળસ્‍કે ત્રણ ચાર વાગ્‍યા બાદ વાતાવરણમાં આવેલા પલટા બાદ સમગ્ર જગ્‍યાએ ધુમ્‍મસ છવાયો હતો. જેને લઈ ઝીરો વિઝીબીલીટી સર્જાઇ હતી. તેથી હાઈવે, રેલ્‍વે અને શહેરી વાહનોની અવરજવર જબ્‍બર પ્રભાવિત થવા પામી હતી. લગભગ ચારથી પાંચ કલાક સુધી ધુમ્‍મસની ચાદર છવાયેલી રહી હતી.
વાપીનો નજારો બે દિવસ પહેલા વરસાદનો નજારો જોવા મળેલો ઠંડી સાથે રેઈનકોટ અને સ્‍વેટર પહેરવાની દ્વિઘા ઉભી થઈ હતી. ત્‍યાં આજે રવિવારે મળસ્‍કે બે વાગ્‍યા પછી સમગ્ર વાપી શહેશ અને વલસાડ જિલ્લામાં ઘુમ્‍મસ છવાઈ જવા પામેલ તેથી ઝીરો વિઝીબીલીટીની સ્‍થિતિ વચ્‍ચે વાહન વહેવાર મંદ ગતિએ ધીરે ધીરે આગળ ચાલતો રહેલો પાંચ ફૂટના અંતર સુધી માંડ સામેનું દૃશ્‍ય જોવા મળ્‍યું હતું. તેટલો પ્રચૂર ઘાટ માત્રાામાં આ ધુમ્‍મસ આંબાવાડિયો માટે ખાસ કરીને હાફૂસ કેરીનું ઝાડ વધુસેન્‍સેટીવ હોય છે. તેથી ખેડૂતોના મતે હાફૂસ કેરી ઉપર ધુમ્‍મસની આડ અસર થશે.
જો કે રવિવાર હોવાથી લોકો રજાના મુડમાં હતા. તેથી ઝાઝી દોડાદોડી કરવાના મુડમાં નહોતો જો કે જેમ જેમ સૂર્યનારાયણ બહાર નિકળતા ગયા તેમ તેમ ધુમ્‍મસ ઓગળવા માંડયું હતું.

Related posts

વાપી ડેપોમાં સફાઈ અભિયાન પ્રારંભ, અભિયાન બે મહિના સુધી કાર્યરત રહેશે

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વાપી ઈબ્રાહિમ માર્કેટમાં ચાર દુકાનોમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : પોલીસે આરોપીને મોરાઈ રેલવે ફાટકથી ઝડપ્‍યો

vartmanpravah

1લી સપ્‍ટેમ્‍બરે યોજાનાર ઐતિહાસિક કિસાન રેલી અંતર્ગત ડુમલાવમાં જિલ્લા કોંગ્રેસની મીટિંગ યોજાઈ

vartmanpravah

નિષ્‍ફળતા એ સફળતાનો વિરોધી શબ્‍દ નથી,પરંતુ તે સફળતાનું પહેલું પગથિયું છે

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment