June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ લગાતાર ત્રીજા દિવસે પણ પ્રશાસકશ્રીએ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું બારીકાઈથી નિરીક્ષણ

સાયલીથી કરાડ, ડોકમરડી, દાદરા તથા સેલવાસ શહેરના દયાત ફળિયાથી લઈ ડોકમરડી વાઘછીપા સહિતના વિસ્‍તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્‍ટો-રોડના કામોની જગ્‍યાએ મુલાકાત લઈ કરેલું જાત-નિરીક્ષણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાના દાદરા નગર હવેલી પ્રવાસના ત્રીજા દિવસે પણ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું નિરીક્ષણ કરી અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા.
આજે સવારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ક્રિકેટસ્‍ટેડિયમ સાયલી, નમો મેડિકલ કોલેજના એડીશનલ બ્‍લોક અને હોસ્‍ટેલ, નર્સિંગ કોલેજ અને નિર્માણાધિન એસ.પી. ઓફિસ બિલ્‍ડીંગ સાયલીનું ધ્‍યાનથી નિરીક્ષણ કર્યું હતું.
સાયલી-રખોલી રોડ અને જીએનએલયુ-કરાડની પણ મુલાકાત લીધી હતી.
ભોજન બાદ બપોરે પંચાયત માર્કેટ, રિ-ડેવલપમેન્‍ટ સેન્‍ટ્રલ પાર્ક, ટ્રાન્‍સપોર્ટ નગર, દયાત ફળિયા પ્રાઈમરી સ્‍કૂલ, પ્રપોઝ સાઈટ લેબર હોસ્‍ટેલ પીપરીયા, જીએચએસ દાદરા, ડોકમરડી ફોબ, ગુજરાતી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ડોકમરડી, ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજ ઓડિટોરિયમ ડોકમરડી અને વાઘછીપા રોડનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તમામ પ્રોજેક્‍ટ સમયસર અને ગુણવત્તાની સાથે પૂર્ણ કરવા અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરોને તાકિદ પણ કરી હતી.

Related posts

અયોધ્‍યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પાવન પ્રસંગે આજે સંપૂર્ણ સંઘપ્રદેશ રામમય બનશેઃ ભગવાન રામની દિવ્‍યતા અને ધન્‍યતાનો અહેસાસ

vartmanpravah

દાનહના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રાણ- પ્રતિષ્ઠા મહોત્‍સવનું આયોજન કરાશે

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment