January 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મહિલાનું ઘરેણા-રોકડ ભરેલ રૂા.1.08 લાખની મતાનું પર્સ ચોરાયું

(વાપી બ્‍યુરો) વાપી, તા.6:
વલસાડ રેલવે સ્‍ટેશને રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલ મહિલા મુસાફરનું ઘરેણા-રોકડ અને મોબાઈલ રાખેલ 1.08 લાખની મતાનું પર્સ ચોરાઈ જતા મહિલાએ વલસાડ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જી.આર.પી. વલસાડ સૂત્રો મુજબ રાજસ્‍થાન મડતાલ રોડ સ્‍ટેશનથી મુંબઈ જવા માટે સુનિતા મહિવાલ ચૌધરી કોચ નં. બી-2 માં મુસાફરી કરી રહેલ. વલસાડ સ્‍ટેશને જાગી જતા જોયું તો પોતાનું પર્સ ચોરાઈ ગયું હતું. પર્સમાં 25 હજાર રોકડા, બુટી, વીટી અને મોબાઈલ મળી કુલ રૂ.1.08 લાખની મતા હતી. કોઈ ચોર ઈસમ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પર્સ ચોરીને ગાયબ થઈ ગયો હતો. તેથી વલસાડ રેલવે પોલીસમાં સુનિતાબેને પર્સ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. તેઓ મુંબઈ ભાયંદર કાશીનગરમાં રહે છે. સામાજીક કામ હેતુ રાજસ્‍થાન ગયા હતા પરત ફરતા રાણકપુર એકસપ્રેસ ટ્રેનમાં તેમની સાથે ચોરીની ઘટના ઘટીહતી.

Related posts

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બે દિવસ વિવિધ યોજનાઓનો સેવાસેતુ યોજાશે

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment