દમણમાં થઈ રહેલા વિકાસકામોથી પ્રભાવિતઃ સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ કરવા કરી તાકિદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને આજે સંઘપ્રદેશ દમણની મુલાકાત કરી હતી.
ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આવાસ ઉપર શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.
દરમિયાન ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને દમણના વિવિધ કાર્યાન્વિત પ્રોજેક્ટોનું સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યું હતું. જેમાં દમણના લાઈટ હાઉસ નજીક પ્રસ્તાવિત સી-લીંક બ્રિજ, જુપ્રિમમાં આરોગ્ય કેન્દ્ર અને રામસેતૂ સી-ફ્રન્ટ, જમ્પોરમાં એવીએરી(પક્ષીઘર) દેવકામાં નમો પથ સી-ફ્રન્ટ ઉપરપ્રસ્તાવિત કન્વેન્સન સેન્ટરની સાઈટનો સમાવેશ થાય છે.
ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને આ વિકાસકામોની સરાહના કરી હતી અને આ યોજનાઓ જનતા માટે લાભાકારી હોવાનું જણાવી તેની ગુણવત્તા અને સમયસીમા ઉપર વિશેષ ધ્યાન આપવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ મુલાકાત સંઘપ્રદેશના વિકાસ અને નાગરિકોના કલ્યાણ પ્રત્યે કેન્દ્ર સરકારની પ્રતિબધ્ધતા પણ દર્શાવે છે.