October 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

અતુલ ફર્સ્‍ટ ગેટ પાસે પોલીસ ચેકીંગ જોઈ દારૂ ભરેલી કાર ભગાવી બુટલેગર ભાગી છુટયો : કાર ઝાડ સાથે અથડાતા પકડાઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08
ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે ખેપીયા અને બુટલેગરોની હરકતો અટકતી નથી. તેવો વધુ બનાવ ગત રાત્રે અતુલ ફસ્‍ટ ગેટ પાસે બન્‍યો હતો. પોલીસ ચેકીંગ જોઈને દમણથી કારમાં દારૂનો જથ્‍થો ભરી જઈ રહેલ બુટલેગર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ અતુલ ફસ્‍ટ ગેટ પાસે રૂરલ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમિયાન વાપી તરફથી સ્‍કોડા કાર નં. જીજે-21 એમ-6755 ને પોલીસે અટકાવવા જતા ચાલકે કાર ઉભી નહીં રાખી ભગાડી મૂકી હતી. પોલીસે કારનો પીછો કરતા કારચાલક સર્વિસ રોડ પકડીને ખેરગામ રોડ તરફ ભાગી રહ્યો હતો પરંતુ ડરને લઈને કાર ઝાડ સાથે ભટકાઈ જતા કાર ઉભીથઈ ગઈ હતી. તેથી ચાલક દોડવા લાગેલો પણ પોલીસે દબોચી લીધો હતો. કાર ચેકીંગ કરતા 600 બોટલ દારૂ (કિંમત 36 હજાર) મળી આવ્‍યો હતો. પોલીસે કાર તથા દારૂનો જથ્‍થો મળી કુલ રૂ.2.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કારચાલક રાજન અમૃતસિંહ ઉપર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તીના બોટનિકલ ગાર્ડન ખાતે ખેડૂત આઉટરીચ કાર્યક્રમનું કરેલું ઉદ્દઘાટન

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

vartmanpravah

સેલવાસમાં થઈ રહેલ દેહવ્‍યાપારનો પર્દાફાશઃ ત્રણ મહિલા સહિત એક પુરૂષની ધરપકડ

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના કિકરલા ગામે બાઈક ચાલકે શ્રમિકને ઉડાવ્યો

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

Leave a Comment