September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારીવલસાડવાપી

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીઍ અંતરિયાળ ઍવા કપરાડા તાલુકાના સી.ઍચ.સી.ની મુલાકાત લઇ સમગ્ર ભારતમાં ૧૦૦ કરોડ વેક્સીનેશન ડોઝ પૂર્ણ થવા બદલ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે છેવાડાનાં અંતરિયાળ ગામ રોહિયાળ જંગલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના શાહુડા અને નાની પલસાણ ગામોની મુલાકાત પણ લીધી હતી. જ્યાં આંગણવાડીની મુલાકાતમાં ધ્યાને આવેલા કુપોષિત/ અતિકુપોષિત બે બાળકોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરી પોષણ પુરું પાડવાની કાર્યવાહી કરવા સી.ડી.પી.ઓ. તથા તાલુકા હેલ્થ ઓફિસરને જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીઍ નાની પલસાણ અને શાહુડા ગામોમાં રાત્રિસભા યોજી હતી. જેમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા નુક્કડ નાટક (શેરી નાટક) ભજવી લોકોમાં વેકસીનેશન અંગે જાગૃતિ લાવવા તથા રસીકરણ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જ્યારે ચેકડેમ, આંગણવાડી બાંધકામ/ મરામત જેવા કામો તથા રસ્તા પર નાળું નાખવા જેવા કામોની લોકોઍ કરેલી રજૂઆત સાંભળી સંબંધિત વિભાગને આ અંગે ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

Related posts

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

ઉમરગામ તાલુકાના પળગામમાં ભૂમાફિયાની સામે આવેલી દાદાગીરી

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા. ૧૬ મી સપ્ટેમ્બરે મળશે

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

Leave a Comment