October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણનું નાક ગણાતા છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટર : સ્‍થાનિકો અને પ્રવાસીઓ ત્રાહિમામ

  • છપલી શેરી અને મોટેગામ શેરીના છેવાડે દરિયા કિનારાની સામે આવેલ ખુલ્લી ગટરના ગંદા પાણીનો ઘણા સમયથી નિકાલ નહીં થતાં ફેલાયેલું ગંદકી અને દુર્ગંધનું સામ્રાજય

  • ગંદકીથી માખી અને મચ્‍છરો પેદા થવાથી જાહેર આરોગ્‍ય સામે પણ સંકટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
(તસવીર-અહેવાલ રાહુલ ધોડી)
દમણ, તા.12: નાની દમણના છપલી શેરી અને મોટેગામ શેરીના છેવાડે દરિયા કિનારાની સામે આવેલ ખુલ્લી ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં થતાં ઠેર-ઠેર ગંદકીનુંસામ્રાજય પેદા થયું છે અને હવામાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે, નાની દમણના છપલી શેરી દરિયા કિનારાની સામે આવેલ ગટરમાં આજુબાજુની હોટલો અને રહેણાંક વિસ્‍તારનું ગંદુ પાણી એકત્ર થઈ રહ્યું છે. આ પાણીના નિકાલ માટેની કોઈ વ્‍યવસ્‍થા નહીં હોવાના કારણે કોહવાતા ગંદકીનું સામ્રાજય ફેલાયેલું છે. જેના પરિણામે મચ્‍છરોનો ઉપદ્રવ પણ વધવા પામ્‍યો છે.
દમણ નગરપાલિકા અને પ્રવાસન વિભાગ આ ગટરના પાણીના નિકાલ માટે કોઈ વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા કરે એ સમયની માંગ છે. કારણ કે, સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ ખાતે પ્રવાસન ઉદ્યોગના થયેલા વિકાસના કારણે દરરોજ સેંકડો પ્રવાસીઓ આ છપલી બીચની પણ મુલાકાત લઈ રહ્યા છે. ત્‍યારે આ પ્રકારની ગંદકીથી દમણનું ચિત્ર પણ કલંકિત બની રહ્યું છે. તેથી સ્‍થાનિક લોકોના આરોગ્‍યની કાળજી રાખી તંત્ર વહેલી તકે આ નર્કાગાર પરિસ્‍થિતિમાંથી છૂટકારો અપાવે એવી માંગ પણ સ્‍થાનિક લોકોની પ્રબળ બની છે.

Related posts

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ચૈત્રી નવરાત્રી મહોત્‍સવ

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

ચીખલીમાં ભાજપની લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત યોજાયેલ બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા સાથે સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લાનાં સરકારી અધિકારી અને કર્મીઓ સરકારી કચેરીમાં સાયકલીંગ-પગપાળા આવ્યાં

vartmanpravah

Leave a Comment