Vartman Pravah
Breaking Newsપારડી

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13
પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઇન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત કરવામાં આવી છે. જેમાં તારીખ : 11/12/2021 ‘નિબંધ લેખન’ નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
કોલેજના વિદ્યાર્થીઓમાં રહેલી શક્‍તિઓને હરીફાઈ દ્વારા બહાર લાવી તેઓને આગળ વધારવામાં મદદરૂપ બનવાના હેતુથી આ સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં વિજેતા તરીકે પ્રથમ ક્રમે-સંકેત એસ.ખરડે, બીજા ક્રમે – નિકિતાએ હળપતિ અને શિવાંગી ચૌબે ત્રીજા ક્રમે- તનિષા નંદા. આ સમગ્ર વિજેતાઓનેકોલેજ દ્વારા આગળ ઉપર યુનિવર્સિટી કક્ષાએ મોકલવામાં આવશે.
આ સમગ્ર આયોજન કોલેજના પ્રો.આકાંક્ષા પટેલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સફળ આયોજન બદલ કોલેજના આચાર્ય ડો. હર્ષાવતી પટેલ અને કેમ્‍પસ ડાયરેકટર શ્રી દીપેશભાઈ શાહ દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી નગરપાલિકા વિસ્‍તાર માટે સફાઈ માટે નવો કોન્‍ટ્રાક્‍ટ રૂા.7.25 કરોડનો અપાયો

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ ભિલાડ દ્વારા શિક્ષકદિન નિમિત્તે આચાર્યો અને શિક્ષકોનું સન્‍માન કરાયું

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

Leave a Comment