April 29, 2024
Vartman Pravah
Other

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

નવા બિલ મુજબ નોટરી એડવોકેટ 15 વર્ષ થઈ ગયા હોય તેઓ પ્રેક્‍ટિસ નહી કરી શકે તેનો વકીલોનો વિરોધ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13
ભારત સરકાર દ્વારા આગામી સમયે નવિન નોટરી એમેન્ડમેન્ટ બિલ લાવી રહી છે. આ બિલની કેટલીક જોગવાઈ માટે વલસાડ જિલ્લાના વકીલોએ વિરોધ દર્શાવવા માટે આજે સોમવારે શહેરમાં રેલી યોજીને કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
વલસાડ જિલ્લામાં નોટરી તરીકે પ્રેક્‍ટિસ કરી રહેલા વકીલોએ સરકારના નવા નોટરી એમેન્ડમેન્ટ બિલ અંગે વિરોધ દર્શાવ્‍યો છે. કારણકે આ બિલમાં એવી એક સુચિત જોગવાઈ કરવામાં આવી રહી છે કે જે વકીલોને નોટરી પ્રેક્‍ટિસના 15 વર્ષ પુરા કર્યા હોય તેઓ આગળ પ્રેક્‍ટિસ કરી શકશે નહીં. જો આ બિલનો અમલ થાય તો ગુજરાત અને દેશમાં હજારો વકીલો બેકાર બની જાય. આ માટે સરકારે તા.15-12-2021 સુધી અભિપ્રાય મંગાવ્‍યા છે તે મુજબ વકીલોએ ચાર્જ નવા બિલના વિરોધમાં અભિપ્રાય આપતુ આવેદનપત્ર કલેક્‍ટર વલસાડને સુપરત કર્યું હતું. આગળની રણનિતી ગુજરાત નોટરી એસોસિએશન જણાવશે તે મુજબના કાર્યક્રમો આપવામાં આવશે તેવું અગ્રણી વકીલોએ જણાવ્‍યુંહતું.

Related posts

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

દાહના પાટી ગામથી ગેરકાયદેસર ખેરના લાકડા સાથે બે આરોપી ઝડપાયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ નો પડઘો’ દાનહ એસપીએ શાળા અને કોલેજના પ્રિન્‍સિપાલો સાથે કરી બેઠક : વિદ્યાર્થીઓની ગતિવિધિ ઉપર રખાશે નજર

vartmanpravah

તા.૨૯મીએ વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળશે

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઓબીસીને 27 ટકા અનામતની જાહેરાત કરાતા ચીખલીતાલુકામાં ભાજપ દ્વારા ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકારી ખુશી વ્‍યક્‍ત કરી

vartmanpravah

Leave a Comment