December 1, 2025
Vartman Pravah
Other

દાનહ નરોલી મંડળના અધ્‍યક્ષ યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી અને સામરવરણી ગ્રા.પં.ના સરપંચો તથા પ્રતિનિધિ મંડળે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

ગુજરાત અને મહારાષ્‍ટ્રની તર્જ ઉપર આવકના દાખલાની સમયસીમા ત્રણ વર્ષ સુધી માન્‍ય કરવા રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13
આજે દાદરા નગર હવેલી જિલ્લાના નરોલી મંડળના ભાજપ પ્રમુખ શ્રી યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ પટેલ, ભાજપ પ્રદેશ મહિલા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકી અને ભાજપ એસ.ટી. મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી હરેન્‍દ્રભાઈ પટેલે આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. તેમની સાથે સામરવરણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કૃતિકાબેન અજયભાઈ બારાત, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી ભગુભાઈ જી.પટેલ, પંચાયત સભ્‍ય શ્રી હિતેશભાઈ ચંદુભાઈ પટેલ, શ્રીમતી પારુબેન નરેશભાઈ પટેલ તથા શ્રીમતી રિનાબેન નવિનભાઈ મોહનકર જોડાયા હતા.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સમક્ષ પડોશી રાજ્‍ય ગુજરાત અને મહારાષ્‍ટ્રની તર્જ ઉપર આવકનાપ્રમાણપત્રોની કાયદેસરતા ત્રણ વર્ષની કરવા રજૂઆત કરી હતી. જેના કારણે પ્રદેશના વિદ્યાર્થીઓને મોટી રાહત થઈ શકશે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલે ભાજપ અને ગ્રામ પંચાયતોના પ્રતિનિધિ મંડળને આ દિશામાં ઘટતું કરવા આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

રખોલી મેઈન રોડ પર મોપેડને અજાણ્યા વાહને પાછળથી ટક્કર મારતા ચાલકનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

દેશ સહિત દાનહ અને દમણ-દીવમાં પણ પરિવારવાદી-વ્‍યક્‍તિલક્ષી રાજનીતિને મળી રહેલો જાકારો

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા મિલકતધારકોને જરૂરી ઓક્‍યુપેન્‍સી સર્ટીફિકેટ આપવા ખાસ શિબિરનું કરેલું આયોજન

vartmanpravah

દાનહઃ ભીલોસા કંપનીમાં કામ કરતા કર્મચારીનું ગટરમાં પડી જતાં સારવાર દરમ્‍યાન નિપજેલું મોત

vartmanpravah

Leave a Comment