નવા બિલ મુજબ નોટરી એડવોકેટ 15 વર્ષ થઈ ગયા હોય તેઓ પ્રેક્ટિસ નહી કરી શકે તેનો વકીલોનો વિરોધ છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.13
ભારત સરકાર દ્વારા આગામી સમયે નવિન નોટરી એમેન્ટમેન્ટ બિલ લાવી રહી છે. આ બિલની કેટલીક જોગવાઈ માટે વલસાડ જિલ્લાના વકીલોએ વિરોધ દર્શાવવા માટે આજે સોમવારે શહેરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
વલસાડ જિલ્લામાં નોટરી તરીકે પ્રેક્ટિસ કરી રહેલા વકીલોએ સરકારના નવા નોટરી એમેન્ટમેન્ટ બિલ અંગે વિરોધ દર્શાવ્યો છે. કારણકે આ બિલમાં એવી એક સુચિત જોગવાઈ કરવામાં આવી રહી છે કે જે વકીલોને નોટરી પ્રેક્ટિસના 15 વર્ષ પુરા કર્યા હોય તેઓ આગળ પ્રેક્ટિસ કરી શકશે નહીં. જો આ બિલનો અમલ થાય તો ગુજરાત અને દેશમાં હજારો વકીલો બેકાર બની જાય. આ માટે સરકારે તા.15-12-2021 સુધી અભિપ્રાય મંગાવ્યા છે તે મુજબ વકીલોએ ચાર્જ નવા બિલના વિરોધમાં અભિપ્રાય આપતુ આવેદનપત્ર કલેક્ટર વલસાડને સુપરત કર્યું હતું. આગળની રણનિતી ગુજરાત નોટરી એસોસિએશન જણાવશે તે મુજબના કાર્યક્રમો આપવામાં આવશે તેવુંઅગ્રણી વકીલોએ જણાવ્યું હતું.