January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભંડારી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04 : શ્રી ભંડારી સમાજ દાદરા નગર હવેલી, સેલવાસ દ્વારા તેજસ્‍વી તારલાઓના સન્‍માન સમારોહનું આયોજન સામરવરણી પંચાયત હોલ ખાતે આયોજીત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની શરૂઆત સમારંભના મુખ્‍ય અતિથી ભંડારી સમાજ દા.ન.હ પ્રમુખ ચેતનભાઈ પટેલે દિપ પ્રગટાવીને કરી હતી. ત્‍યારબાદ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે ભંડારી સમાજના પ્રમુખ શ્રી ચેતનભાઈ પટેલે જ્ઞાતિજન મહેમાનો માટે સ્‍વાગત પ્રવચન આપ્‍યું હતું. બાદમા ઉપસ્‍થિત મહાનુભાવોએ તેજસ્‍વી તારલાઓને શિલ્‍ડ અને પ્રોત્‍સાહિત ઇનામ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે સમાજના જ્ઞાતિજનોએ શ્રી ભંડારી સમાજ દા.ન.હ.ને સવા લાખથી વધુનું દાન પણ કર્યું હતું. આ અવસરે સમાજના પ્રમુખ, મહિલાપ્રમુખ,પાલિકા સભ્‍યો, સમાજના અગ્રણીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમનું દરમિયાન સંચાલક શ્રીમતી ધારા દિપકભાઈ જાદવ, સલાહકાર શ્રી દિપકભાઈ જી.પટેલે કર્યું હતું. અંતમાં મંડળના મંત્રી શ્રી નેહલ પટેલે આભારવિધી કરી રાષ્‍ટ્ર ગીતનું ગાન કરી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

Related posts

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી સાથે વલસાડ-ડાંગના સાંસદ અને ધારાસભ્‍યોએ લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ સલવાવ (ગ્રાન્ટેડ) શાળાનું ધો.૧૦નું પરિણામ

vartmanpravah

હર ઘર તિરંગા અભિયાન હેઠળ વલસાડ રેસર્સ ગૃપ 14 ઓગસ્ટે એકતા દોડ યોજશે

vartmanpravah

દિલ્‍હીમાં 26 જાન્‍યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદી સમક્ષ કર્તવ્‍યપથ પર રાઈજીન્‍ગ સ્‍ટાર દ્વારા ગૃપ પરફોર્મન્‍સ આપવા માટે રવાના

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment