April 16, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 303 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 64.32 ટકા નોંધાયેલું મતદાન: 21ના મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે

સરપંચના 815 ઉમેદવારો અને સભ્‍યોના 5200 ઉમેદવારોનું મતદાતાઓએ બેલેટ પેપર દ્વારા પેટીમાં ભાવિ સિલ કર્યુઃ 21
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
વલસાડ જિલ્લા વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા મળી કુલ છ તાલુકાઓમાં 327 પૈકી 303 ગ્રામ પંચાયતની સ્‍થાનિક સ્‍વરાજ્‍યનીચૂંટણી આજે રવિવારે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. જિલ્લામાં 64.32 ટકા જેટલું મતદાન નોંધાવા પામ્‍યું છે.
આજે મતદારોએ તેમનું ભાવિ બેલેટ પેપરમાં સીલ કર્યું હતું. મતદારોને મતદાનમાં તકલીફ નહીં પડે એ માટે સરપંચનું બેલેટ પેપર ગુલાબી રંગમાં અને સભ્‍યોના બેલેટ પેપર સફેદ રંગના રખાયા હતા. જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય એ માટે 927 પોલીસ જવાનો, 1400 હોમગાર્ડ અને જી.આર.ડી. સહીત એસ.આર.પી.ની બે ટુકડી વિવિધ મતદાન કેન્‍દ્રો ઉપર તૈનાત રખાઈ હતી.
જિલ્લાની 28 જેટલી ગ્રામ પંચાયતોમાં કુલ 29 વોર્ડમાં સભ્‍ય ઉમેદવારો જ નહીં મળતાં આ વોર્ડની 29 બેઠકો ખાલી રહેશે. જેના પર ચૂંટણી થઈ શકશે નહી. ચૂંટણી તંત્રએ આવા ગામના વોર્ડની નોંધ પહેલાંથી જ લીધી છે. આ ચૂંટણીમાં જિલ્લાની 303 પંચાયતોના 2150 વોર્ડ સભ્‍યની ચૂંટણી યોજાઇ છે. અગાઉ 327 પંચાયતો પૈકી 327 ગામના સરપંચો અને 2999 વોર્ડ સભ્‍યોની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડ્‍યું હતું. જેમાંથી 24 સરપંચ અને તેના 204 સભ્‍ય સંપૂર્ણ બિનહરીફ થતાં આ 24 પંચાયત સમરસ થઈ હતી અને 205 પંચાયત અંશતઃ સંપૂર્ણ બિનહરીફ થઈ હતી. જેમાં 3 સરપંચ અને 616 સભ્‍ય બિનહરીફ જાહેર થયા હતા.
વલસાડના કલવાડા ગામની પ્રાથમિક શાળામાં મતદાન પ્રક્રિયાદરમિયાન હોબાળો થયો હતો. વૉર્ડ નંબર 2, 4ના મતદાન મથકમાં વોર્ડ નંબર 3 અને 4ના સભ્‍યના બેલેટ પેપર અદલા બદલી થઈ જતા હોબાળો થયો હતો. જેને લઈ બપોરે 3 વાગ્‍યાથી મતદાન અટકાવવામાં આવ્‍યું હતું. આ દરમિયાન ઘટનાની જાણ ચૂંટણી અધિકારીને થતા ચૂંટણી અધિકારી તાત્‍કાલિક ઘટના સ્‍થળે દોડી આવ્‍યાં હતા. તેમજ ઉમેદવારોવચ્‍ચે વાત ઘાટો કરી મામલો થાળે પાડ્‍યો હતો. સાંજે 6 વાગ્‍યે ફરી મતદાન શરૂ કરી જયાં સુધી અંતિમ મત ન પડે ત્‍યાં સુધી મતદાન ચાલુ રખાશે. 33 મતની ફેર બદલી થઈ હોવાનું સામે આવ્‍યું હતું.
ભદેલી જગાલાલા ગામમાં આચાર સંહિતા ભંગની નોંધાયેલી ફરિયાદ
વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો. ઉમેદવારના હરીફ ઉમેદવારની પેનલના સભ્‍યે ચૂંટણી અધિકારીને આચાર સહિતા ભંગની ફરિયાદ કરી વોર્ડ નં. 5ના ઉમેદવારનું સભ્‍યપદ રદ્દ કરવા માંગ કરી હતી. ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરતા ગામમાં ચકચાર મચી ગઇ હતી.
વલસાડ જિલ્લાના તાલુકા પ્રમાણે મતદાનની ટકાવારી જોઈએ તો વલસાડ તાલુકામાં 51.05 ટકા, પારડીમાં 41.66 ટકા, વાપીમાં 37.98 ટકા, ઉમરગામમાં48.98 ટકા, કપરાડામાં 69.35 ટકા તેમજ ધરમપુરમાં 45.59 ટકા મતદાન થયું છે. જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ વખતે બેલેટ પેપરના માધ્‍યમથી મતદાન થઇ રહ્યું છે. મતદારોને સરળતા રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરપંચના ઉમેદવાર માટે ગુલાબી રંગનું બેલેટ પેપર રાખવામાં આવ્‍યું છે. જયારે વોર્ડસભ્‍યના ઉમેદવારોને મત આપવા માટે સફેદ કલરનું બેલેટ પેપરની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેના કારણે સામાન્‍ય મતદારોને સરપંચ અને સભ્‍યને અલગ અલગ મતદાન કરવામાં સમજ થશે. એક મતદારે જે તે સરપંચના ઉમેદવાર અને સભ્‍ય ઉમેદવાર એમ અલગ અલગ મત આપવાના હોવાથી બંન્ને પદના ઉમેદવારોના બેલેટ પેપરના રંગ જૂદા જૂદા રાખવામાં આવ્‍યા છે.
મંગળવારે જે તે મતદાન ગણતરી કેન્‍દ્રો ઉપર મતદાન ગણતરી હાથ ધરવામાં આવનાર છે.

Related posts

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ‘કૃષ્‍ણ જન્‍માષ્‍ટમી’ની રંગેચંગે ઉજવણી થઈ

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

વાપી સરદાર વલ્લભભાઈ સ્‍કૂલમાં સ્‍માર્ટ ગર્લ્‍સ સેમિનાર યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

Leave a Comment