October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

હિન્‍દુ મુસ્‍લીમ શીખ ઈસાઈ શાકાહારી બનીજાવો ભાઈ : જય ગુરુદેવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ રાજ્‍ય મુખ્‍યાલય પર પરમપુજ્‍ય જય બાબા ગુરુદેવજી મહારાજ દ્વારા શાકાહારી સમ્‍મેલન આયોજીત કરવામા આવ્‍યું હતું.જેમા માંસાહારી અને વ્‍યસન કરવાના દુષ્‍પરિણામ અંગે જાણકારી આપી સાથે શાકાહારી બની જીવો પર દયાભાવની પ્રેરણા પણ આપવામા આવી.
માતળ અને પિતળ ભક્‍તિ પર પણ ભાર આપવામા આવ્‍યો આ આધુનિક યુગમા બાળકો માતા પિતા દ્વારા આપવામા આવતા આદેશો નહિ માને છે અને તેઓની અવહેલના કરે છે. જેનું મુખ્‍ય કારણ વ્‍યસન અને તામસિક ભોજન મુખ્‍ય કારણ છે.ગુરુદેવના અનુયાયીઓએ માતાપિતા અને ગુરુને સર્વોપરી બતાવ્‍યા અને એમના બતાવેલા રસ્‍તા પર ચાલવાનો અનુરોધ પણ કર્યો હતા. કન્‍હૈયા ઝાએ બાબાના શબ્‍દોને ફરી દોહરાવ્‍યા હતા અને કહ્યું કે હિન્‍દુ મુસ્‍લીમ શીખ ઈસાઈ શાકાહારી થઇ જાવો. આ કાર્યક્રમમાં ઉપસ્‍થીત લોકોએ તામસિક ભોજન છોડી શાકાહારી બનવાનો પ્રણ લીધો હતો. આ સરાહનીય આયોજન માટે દાનહ સ્‍કાઉટ ગાઈડના યુવા રોવર સભ્‍ય મનીષ ઝા,અજય હરીજન અને એશ્વર્ય ગાંગોડેએ સ્‍મળતિ ભેટ આપી સન્‍માનિત કરવામા આવ્‍યા હતા.
આ અવસરે સેલવાસ વાપી અને દમણના સંગત કન્‍હૈયા ઝા, સેલવાસના અધ્‍યક્ષ કંચન યાદવ, વાપીના રાજેશજેસ્‍વાલ દમણથી રણવીર વિશ્વકર્મા સહિત સ્‍કાઉટ ગાઈડની ટીમ સ્‍થાનિકો ઉપસ્‍થીત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

દાનહ કોંગ્રેસે 2 ઓગસ્‍ટ-‘દાનહ મુક્‍તિ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં ચોરટાઓ ફરી સક્રિય થયા : રાનકુવા વિસ્તારની બે સોસાયટીને નિશાન બનાવે તે પહેલા જ ઘરના સભ્યો જાગી જતા ચોરટાઓ ભાગી છૂટ્યા

vartmanpravah

Leave a Comment