(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20
અગામી બુધવાર તા.2રમી ડિસેમ્બરના રોજ મોટી દમણના પટલારા ખાતે આવેલ શ્રી ભીખી માતાજી અને શ્રી હરી હરેશ્વર મહાદેવના મંદિરના પાંચમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 8:00 વાગ્યે યજ્ઞ પૂજા અને 8:30 વાગ્યે શોભાયાત્રા નિકળવાની હોવાનું શ્રી ભીખી માતાજી અને શ્રી હરિ હરેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
બુધવાર તા.22મી ડિસેમ્બરના રોજ બપોરે 1ર થી 3 કલાક દરમિયાન મહાપ્રસાદ અને રાત્રે 8:00 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તમામ ભાવિકભક્તોને હાજર રહેવા પણ નિમંત્રણ પાઠવાયું છે.