April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

(વલસાડ મહેન્‍દ્ર સિંહ યાદવ રિપોર્ટર )
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.23
સુરતના ચકચારી ગ્રીષ્‍મા કાંડની શાહી હજુ સુકાઈ નથી. ત્‍યાં વલસાડતાલુકાના રોણવેલ ગામે પ્રેમીએ પેમીકાના ઘરે જઈને ઘરનું બારણું બંધ કરી પ્રેમીકાની હત્‍યા કરી દેતાં ચકચાર મચી ગઇ છે. જો કે પ્રેમિકાની હત્‍યા કર્યા બાદ પ્રેમીએ પણ વલસાડ તાલુકાના સરોણ ગામે તળાવમાં કૂદીને આત્‍મહત્‍યા કરી લીઘી હતી.
વલસાડ તાલુકાના રોણવેલ ગામે પીપળા ફળિયામાં રહેતા રાજેશભાઈ રમણભાઈ કુકણા પટેલ ડ્રાઇવિંગ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. સંતાનમાં તેમને એક છોકરો અને છોકરી છે. જેમાં છોકરો કેતન વલસાડ નોકરી કરે છે જ્‍યારે છોકરી પાયલ (ઉંમર વર્ષ 18) ધોરણ 12માં નાપાસ થતાં ઘરે જ છે. પાયલ સોશિયલ મીડિયામાં એક્‍ટિવ હોય જેના કારણે એમની મુલાકાત સોશિયલ મીડિયા ઉપર વલસાડ તાલુકાના નાની સરોણ ગામે રહેતા સ્‍મિત ઉર્ફે ગુડ્ડુ હિતેશભાઈ રામભાઈ કોળી પટેલ સાથે થઈ હતી. તેમની મિત્રતા ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પરિણમી હતી. બંને એકબીજા વગર જીવી ન શકતા હોય જેથી સ્‍મિતે પાયલને લગ્ન માટે પણ જણાવેલું હતું.
દરમિયાન ગતરોજ પાયલના પરિવાર જનો ઘરથી બહાર હતા. ત્‍યારે પાયલ અને સ્‍મિત વચ્‍ચે કોઈ અન્‍ય બાબતે ઝઘડો થયો હતો. સ્‍મિત પોતાની બાઈક લઈને પાયલના ઘરે ગયો હતો. પાયલ ઘરે એકલી હોય સ્‍મિતે બારણું બંધ કરી દીધું હતું. ત્‍યારબાદ પાયલ સાથેઝઘડો કરીને ફોન તોડીને પાયલનું ગળું દબાવી હત્‍યા કરી સ્‍મિત પાછળના બારણેથી ભાગી છૂટયો હતો.
પાયલના પરિવારજનો ઘરે આવતા ઘરની લાઇટ બંધ હતી. લાઈટ ચાલુ કરતાં જ પાયલ પોતાના રૂમમાં બેડ ઉપર પડેલી હતી. પાયલને ઉઠાડવાની પરિવારના જનોને કોશિષ કરી હતી, પણ ન ઉઠતા તેને તાત્‍કાલિક 108 મારફતે વલસાડની હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પણ ફરજ પરના ડોક્‍ટરે મળત જાહેર કરી હતી.પોલીસ સ્‍મિતને પકડવા ગઈ ત્‍યારે સ્‍મિતનો પણ મળતદેહ મળ્‍યો હતો.
પ્રેમીએ હત્‍યા કરી હોવાનું બહાર આવતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ વલસાડ તાલુકાના સરોણ ગામે સ્‍મિત ઉર્ફે ગુડ્ડુ હિતેશ કોળી પટેલના ઘરે પકડવા ગયા હતા પણ સ્‍મિત ઘરે ના હતો. તપાસ કરતાં ગામમાં આવેલુ મંદિર પાસે તળાવ નજીક બાઈક, ચંપલ તથા પર્સ મળી આવ્‍યું હતું. જે બાદ તરવૈયોની મદદથી શોધખોળ કરતાં સ્‍મિતે ગામના તળાવમાં કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી હોવાનું બહાર આવ્‍યું હતું. સ્‍મિતનો મળતદેહ તળાવમાંથી બહાર કાઢી પીએમ કરવા માટે વલસાડની હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. ફરિયાદ નોંધી વલસાડ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

વાપી નામધા હનુમંત રેસીડેન્‍સીમાં જુગાર રમતા છ બિલ્‍ડર-કોન્‍ટ્રાક્‍ટર ઝડપાયા

vartmanpravah

દમણની જવાહર નવોદય વિદ્યાલયમાં યુવા સંસદ યોજાઈઃ દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે વિદ્યાર્થીઓને આપેલો જોશ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

Leave a Comment