(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10 _સેલવાસ નગરપાલિકાના રીંગરોડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસરના કેટલાક દબાણોને ન.પા. તંત્રએ આજે હટાવી દીધા હતા. આજે બીજા દિવસે ઉલ્ટન ફળિયા રિંગરોડ વિસ્તારમાં સ્થિત ગેરકાયદેસર ભંગારના ગોડાઉનને દૂર કરવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા વારંવાર દબાણકર્તાઓને સૂચનાઓ આપવામાં આવે છે કે, પાલિકા વિસ્તારમાં રસ્તાની આજુબાજુ અથવા અન્ય કોઈ સાર્વજનિક સ્થળ પર ગેરકાયદેસર નિર્માણ અથવા દબાણ ન કરે. જો કોઈએ પણ ગેરકાયદે અતિક્રમણ કરેલ હોય તો તેઓ સ્વયંભૂ હટાવી દે અથવા પાલિકા દ્વારા અતિક્રમણ હટાવવામા આવશે અને એનાપર વિકાસ નિયંત્રણ નિયમ-2014, સામાન્ય વિકાસ 2023 અને દાનહ-દમણ-દીવ નગરપાલિકા વિનિયમ 2004 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.