Vartman Pravah
Breaking Newsદમણ

મગરવાડા ખાતે મોટી દમણની ચારેય ગ્રામપંચાયતો માટે યોજાયેલો ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ

150 કરતા વધુ લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.રર
આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા મગરવાડા, પરિયારી, દમણવાડા અને પટલારા ગ્રુપ ગ્રામ પંચાયતના લોકો માટે મગરવાડા પંચાયત ઘર ખાતે આયોજીત ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ ખુબજ સફળ રહ્યો હતો અને પ્રશાસનના ‘સુશાસન સપ્તાહ’ અને ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ના અનુરૂપ જિલ્લા પ્રશાસને ગ્રામ્‍ય વિસ્‍તારમાં જઈ ગ્રામવાસીઓને મદદરૂપ બન્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મામલતદાર કાર્યાલય દ્વારા મગરવાડાના ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમમાં વિવિધ સર્ટીફિકેટો સ્‍થળ ઉપરજ આપવામાં આવ્‍યા હતા અને સીટી સર્વે દ્વારા જગ્‍યાના ડિમાર્કેશન માટે સાઈટ પ્‍લાનની અરજી પણ સ્‍વીકારી હતી. આ ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમમાં ફૂડ અને સિવિલ સપ્‍લાય, ઈલેક્‍ટ્રીસીટી, જિલ્લા પંચાયત(પેન્‍શન યોજના), ટ્રાન્‍સપોર્ટ અને હેલ્‍થ વિભાગે પણ ભાગ લીધો હતો. જેમાં હેલ્‍થ ચેકઅપ, વેક્‍સિનેશન અને આયુષ્‍માન ભારત કાર્ડ લગભગ 150 જેટલા વ્‍યકિતઓને આ કાર્યક્રમથી લાભાન્‍વિત કરાયા હતા.
દમણના મામલતદાર શ્રી સાગર ઠક્કર સંપૂર્ણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્‍થિત રહી જરૂરી દિશા-નિર્દેશો આપ્‍યા હતા અને દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએપણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી, મગરવાડાના સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમા અને પરિયારી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી પંકિતબેન પટેલે પણ મુલાકાત લઈ ગ્રામવાસીઓને સમજણ આપી હતી.
ચારેય ગ્રામ પંચાયતોના સેક્રેટરીઓએ પણ ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્‍યું હતું.

Related posts

ચીખલી તાલુકામાં પાંચેક દિવસ સતત વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોમાં ખેતીમાં જોતરાયા

vartmanpravah

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

vartmanpravah

લ્‍યો કરો વાત..! વાહ એનસીએલટી..! રૂા.250 કરોડની મિલકતનું મૂલ્‍ય માત્ર રૂા.20-22 કરોડ જ આંક્‍યુ..!

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

દીવમાં ગેરકાયદે તાણી બાંધેલ મિલ્‍કતોને સ્‍વયં માલિકે સ્‍વૈચ્‍છાએ તોડી પાડી બતાવેલી હકારાત્‍મકતા

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વલસાડ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment