April 18, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

આજથી સંઘપ્રદેશના અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોના ત્રણ દિવસ અગિ્ન પરિક્ષાના રહેશે

  • આજથી સંઘપ્રદેશના પ્રશાસક સળંગ ત્રણ દિવસ દમણજિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્‍ટો અને પૂર્ણ થયેલ બિલ્‍ડીંગો-કામનું પ્રત્‍યક્ષ નિરીક્ષણ કરશે

  • સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ કામની ગુણવત્તા અને ડિઝાઈન સાથે કોઈ બાંધછોડ નહી કરતા હોવાથી અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરોએ કોઈ કચાસ બાકી રહી ગઈ હોય તો તેના સુધારા માટે મોડી રાત સુધી કરેલું અવલોકન

  • (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

    દમણ, તા.23
    આવતી કાલ તા.24મી ડિસેમ્‍બરથી 26મી ડિસેમ્‍બર દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દમણ જિલ્લામાં કાર્યરત વિવિધ પ્રોજેક્‍ટોની પ્રત્‍યક્ષ મુલાકાત કરવાના હોવાથી અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરો એક્‍શન મોડમાં આવી ચૂક્‍યા છે. આજે રાત્રિ દરમિયાન પણ કેટલાક સ્‍થાનો ઉપર અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરો આવતીકાલથી શરૂ થનારી અગિ્ન પરિક્ષામાં કોઈ ક્ષતિ નહી રહી જાય તેની તકેદારી લેતા નજરે પડયા હતા.
    પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આવતી કાલે સવારે 10:00 વાગ્‍યે પોતાના નિવાસસ્‍થાન ગવર્નમેન્‍ટ હાઉસના નવનિર્માણ કામના નિરીક્ષણથી પોતાની મુલાકાતનો આરંભ કરશે. ત્‍યારબાદ સચિવાલયનું નવનિર્માણ, ફોર્ટ વિસ્‍તારના આંતરિક રસ્‍તાઓ, મોટી દમણ ફોર્ટ વિસ્‍તારમાં રોડની સાઈડમાં કરવામાં આવેલ પ્‍લાન્‍ટેશન, ચિલ્‍ડ્રનમેમોરીયલ ગાર્ડન, મોટી દમણ તરફના પેડેસ્‍ટ્રીયન બ્રીજ, મોટી દમણ ફોર્ટ સર્કલનું જનરલ એલાઈનમેન્‍ટ, કિલ્લાની પાછળનું લેન્‍ડ સ્‍કેપિંગ, કિલ્લાની પાછળનો પાથ-વે, એમ્‍ફી થિએટર, લાઈટ હાઉસ ટોયલેટ, લાઈટ હાઉસ ખાતેના ખુલ્લા મેદાનમાં રેતીની ભરણી, મોટ એરેટરનું સવારના પહેલા સેશનમાં નિરીક્ષણ કરશે.
    બપોરે 3:30 વાગ્‍યા બાદ જ્‍મ્‍પોર ઘાટ બીચ, જમ્‍પોર ખાતે બની રહેલ પક્ષીઘર, ફોરેસ્‍ટ સર્કિટ હાઉસ, નવનિર્મિત પરિયારી અને દમણવાડા સ્‍કૂલ તથા મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન ખાતે બની રહેલ પોલીસ ક્‍વાર્ટરના કામોનું નિરીક્ષણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવનાર હોવાની માહિતી સાંપડી છે.
    અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ કામની ગુણવત્તા અને તેના દેખાવ સાથે કોઈ બાંધછોડ કરતા નથી. દરેક કામ નિર્ધારીત સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેઓ હંમેશા આગ્રહી રહે છે. આવતી કાલથી શરૂ થનારા તેમના નિરીક્ષણ અભિયાનના કારણે અધિકારીઓ, એન્‍જિનિયરો અને કોન્‍ટ્રાક્‍ટરો કોઈ કચાસ બાકી નહીં રહી ગઈ હોય તેનું અવલોકન કરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા પણ આજે જોવા મળ્‍યા છે.

Related posts

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના સરપંચોમાં ક્ષમતા નિર્માણ વર્કશોપથી આવેલી નવી ઊર્જાઃ વહીવટી કસબની મળેલી જાણકારી

vartmanpravah

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

શ્રી વલ્લભઆશ્રમ શાળામાં ભક્‍તિભાવ પૂર્ણરીતે શ્રી કૃષ્‍ણનો જન્‍મોત્‍સવ જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

દાનહ પોલીસે સંપૂર્ણ સ્‍ટાફને કોમ્‍પ્‍યુટર સાક્ષર કરી સિદ્ધિ હાંસિલ કરી

vartmanpravah

Leave a Comment