June 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ : ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ

ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ લક્ષદ્વીપના કડમત અને એન્‍ડ્રોથ ટાપુ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આર્ટ્‍સ અને સાયન્‍સ કોલેજનું કરેલું ઉદ્‌ઘાટન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
લક્ષદ્વીપ, તા.02
લક્ષદ્વીપના કડમત અને એન્‍ડ્રોથ ટાપુઓ પર આજે, ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુજીના હસ્‍તે આર્ટ્‍સ અને સાયન્‍સ કોલેજનું ઉદ્‌ઘાટન પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને લક્ષદ્વીપના સાંસદ શ્રી મોહમંદ ફૈઝલ પદ્દીપુરાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે તેમણે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, ‘‘વિકાસનો આધાર સ્‍તંભ શિક્ષણ છે અને મને આશા છે કે, આ પ્રકારની કોલેજો દ્વારા અહીંના યુવક અને યુવતીઓ પોતાને શૈક્ષણિક રીતે પગભર કરી આવનારા સમયમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે.”
આ કાર્યક્રમમાં ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુએ છેલ્લા બે-એક વર્ષ દરમિયાન લક્ષદ્વીપની બદલાયેલી સિકલ અને સૂરતથી ખુબ પ્રભાવિત થયા હતા.

Related posts

શુક્રવારથી વલસાડ જિલ્લાના સી.એન.જી. પમ્‍પ અચોક્કસ મુદતથી બંધ થશે

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

વલસાડના ધડોઈ ગામે કપડા સુકાવતા વહુને કરંટ લાગતા સાસુ બચાવવા દોડયા : સાસુનુ કરંટ લાગતા મોત

vartmanpravah

દાનહ જિલ્લાની શાળાઓમાં યોજાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર બારડોલીથી મુંબઈ જવા નિકળેલ બાઈક રાઈડર યુવાનના બાઈકને વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

Leave a Comment