October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

આગે વિકરાળ રૂપ ધારણ કરી આજુબાજુના અન્‍ય ચાર ગોડાઉનોને પણ લપેટમાં લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27
વાપી કરવડ રોડ ઉપર આવેલ એક વેરહાઉસમાં સોમવારે મળસ્‍કે ભિષણ આગ લાગી હતી. આગની રોદ્રતા એટલી હતી કે ચપોચપ આજુબાજુના અન્‍ય ત્રણથી ચાર ગોડાઉનોને લપેટમાં લઈ લીધા હતા. મધરાતે લાગેલી આગને લઈ આખા વિસ્‍તારમાં ભયના માહોલ સાથે દોડધામ મચી જવા પામી હતી.
વાપી ડુંગરી ફળીયાથી કરવડ ગામ સુધી રોડની બન્ને તરફ ભંગારના ગોડાઉનોગંજ લાગેલો છે. કરવડ ગામ નજીક નુર કાંટા પાસે આવેલ એક વેર હાઉસમાં સોમવારે સવારે ત્રણથી પાંચ વાગ્‍યાના સુમારે આસપાસ અચાનક ભિષણ આગ લાગી હતી. આગને લઈ અન્‍ય ગોડાઉન પણ આગની લપેટમાં આવી ગયા હતા. ગોડાઉનોમાં ભંગારના કેમીકલ-સોલવન્‍ટના ડ્રમોનો વિશાળ જથ્‍થો હોવાથી જોતજોતામાં આગ બેકાબુ બની ગઈ હતી. ફાયર ફાઈટરોની લાઈન લાગી ગઈ હતી. બે-ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ કરી લેવાયો હતો.

Related posts

ચીખલીના વાંઝણા નાયકીવાડ પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાઓનું બાંધકામ નહીં કરાતા બાળકો ગામના ચર્ચમાં અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

દમણ વન વિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’ અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલી: પરિયારી શાળાના 50બાળકોને એવિએરી (પક્ષીઘર)ની પણ કરાવેલી મુલાકાત

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીનું ગૌરવ

vartmanpravah

નાશિકના કાળીદાસ હોલ ખાતે વલસાડના જાદુગર ડી.લાલ (ધીમંત મસરાણી)ને જાદુ ભૂષણ નેશનલ એવોર્ડથી સન્‍માનકરાયું

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

વાપી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

Leave a Comment