Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણ

‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે રમતોત્‍સવનું આયોજનઃ પુરૂષો અને મહિલાઓ માટે ક્રિકેટ તથા દોરડાખેંચ જેવી રમતો દ્વારા ફેલાવેલી ખેલદિલીની ભાવના

પુરૂષની સાથે નારીશક્‍તિને પણ ખેલના મેદાનમાં લાવી તંદુરસ્‍તી અને આરોગ્‍યપ્રદ રહેવા પ્રેરિત કરતાસરપંચ ઉર્વશીબેન પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ભારત સરકારની ‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ પહેલ અંતર્ગત નાની દમણના આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલ નારી શક્‍તિને તંદુરસ્‍ત અને આરોગ્‍યપ્રદ રહેવા પ્રોત્‍સાહિત કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે શ્રીમતી ઉર્વશીબેન પટેલે નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં પુરૂષો, બાળકો સાથે મહિલાઓ માટે પણ રમતોત્‍સવનું શાનદાર આયોજન કર્યુ હતું.
આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આ ‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ અંતર્ગત આયોજીત રમતોત્‍સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું અને રમતવીરો સાથે પ્રતીકાત્‍મક રમત રમીને રમતવીર નારી શક્‍તિને પ્રોત્‍સાહિત કર્યા હતા. આટિયાવાડના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ દ્વારા આયોજીત રમતોત્‍સવમાં ઉત્‍સાહિ રમતવીર નારી શક્‍તિઓએ ક્રિકેટ, દોડ, દોરડાખેંચ વગેરે જેવી રમતોમાં ભાગ લીધો હતો અને સુંદર પ્રદર્શન કરતા નારીશક્‍તિને ઉજાગર કરી હતી. આ અવસરે બાળકો માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બાળકોમાં આનંદ-ઉત્‍સાહ અને ખુબ જ રોમાંચની લાગણી જોવા મળી હતી. આ અવસરે પુરૂષોની પણ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ હતી જેમાં આમરણ ફળિયાની ટીમવિજેતા બની હતી જ્‍યારે આટિયાવાડની ટીમ ઉપ વિજેતા રહી હતી. આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે રમતવીરો સાથે નારી શક્‍તિને પણ સમયાંતરે રમતગમતમાં ભાગ લેવા સાથે યોગ કરી તંદુરસ્‍ત રહેવા માટે પ્રોત્‍સાહિત કર્યા હતા.
રમતોત્‍સવમાં વિવિધ રમતોના વિજેતા ટીમોને તથા તમામ વિજેતા ઉત્‍સાહી ખેલાડીઓને સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલના હસ્‍તે ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, ‘ખેલો ઇન્‍ડિયા યુથ ગેમ્‍સ-2024′ 19 થી 31 જાન્‍યુઆરી દરમિયાન તમિલનાડુમાં યોજાવાની છે. ભારત સરકારની ‘ખેલો ઈન્‍ડિયા’ પહેલ હેઠળ આ પ્રીમિયર ઈવેન્‍ટની છઠ્ઠી આવૃત્તિ હશે, જેનો હેતુ પાયાના સ્‍તરે રમતગમતને પ્રોત્‍સાહન આપવાનો છે.

Related posts

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

આજે બામટી ખાતે કોમ્‍યુનીટી હોલ અને કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

Leave a Comment