Vartman Pravah
Breaking Newsપારડી

બગવાડા હાઈવે પર કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા કારનો ખુરદો: એર બેગ ખુલી જતા કારમાં સવાર તમામનો સામન્‍ય ઈજા સાથે બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.31
બગવાડા નેશનલ હાઈવે નંબર 48 પર કંટોલ ખાડીનો બ્રિજ ક્રોસ કર્યા બાદ એક કન્‍ટેનર પાછળ BMW કાર ઘૂસી જતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. કારની સ્‍પીડ કેટલી હદે હતી કે કાર કન્‍ટેનરમાં ઘુસ્‍યા બાદ ફિટ થઈ ગઈ હતી. જેને મહા જહેમતે IRB ની ટીમે બહાર કાઢી હતી.
નેશનલ હાઈવે નંબર 48 બગવાડા ટુકવાડાની વચ્‍ચે આવેલી કંટોલ ખાડીનો બ્રિજ ક્રોસ કરી બગવાડા ટોલબુથ તરફ રેલવેનો સામાન ભરેલુ કન્‍ટેન્‍ટર નંબર HR 55 N 5675 ચાલી રહ્યું હતું ત્‍યારે તેમના પાછળ પુરપાટ ઝડપે આવેલી BMW ના કાર નંબર MH46 AL 7518 ચાલકે કોઈ કારણસર કાબુ ગુમાવતા કાર કન્‍ટેનરપાછળ ધડાકાભેર ઘુસાડી દીધી હતી. કારમાં વાપી ચણોદના ચાર જેટલા યુવાનો સવાર હતા. કારની એરબેગ ખુલી જતા તમામનો નાની-મોટી ઈજા સાથે બચાવ થવા પામ્‍યો હતો. પરંતુ આ અકસ્‍માતમાં કારની સ્‍પીડ એટલી હદે વધુ હતી કે કાર કન્‍ટેનર પાછળ ઘુસી ગયા બાદ ફિટ થઈ ગઈ હતી જેને બહાર કાઢવા માટે આઈ આર બી.ની ટીમે ખાસી જહેમત કરવી પડી હતી. આ અકસ્‍માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્‍યો પણ સર્જાયા હતા. અકસ્‍માતમાં મોંઘીદાટ બીએમડબલ્‍યૂ કારનો ખુરદો વળી જવા પામ્‍યો હતો.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના અવસરે દીવઃ સાઉદવાડી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને કરાવાયો ગૃહ પ્રવેશ

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

Leave a Comment