Vartman Pravah
Breaking Newsવલસાડવાપી

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

પિધ્‍ધડો રાખવા અને કોર્ટ સુધી લઈ જવા માટે ખાનગી હોલ અને બસો ભાડે રાખ્‍યા : હજુ થર્ટીફસ્‍ટની રાત તો બાકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
વિદાય થતા વર્ષ-2021ની થર્ટી ફસ્‍ટની મહેફીલો અને પાર્ટીઓની રમઝટનો દોર આરંભાઈ ચૂક્‍યો છે પરંતુ આવી મહેફીલો, પાર્ટીઓ માણી સંઘપ્રદેશ અને મહારાષ્‍ટ્રથી આવતા 835 પિધ્‍ધડોને વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા ઝડપી પાડી નશો ઉતારી દીધો હતો.
ઈસુનુ નવું વર્ષ 2022ના આગમનને વધાવી લેવા વલસાડ જિલ્લાના લોકોમાં એક અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થર્ટીફસ્‍ટની ઉજવણી કરવા માટે દુર દુરથી લોકો મહારાષ્‍ટ્ર અને સંઘપ્રદેશના બાર-રેસ્‍ટોરન્‍ટમાં દોટ મુકી રહ્યા છે. બરાબર પાર્ટીના જલસો કરીને જેવા ગુજરાતમાં લોકો પ્રવેશ કે પોલીસનો સામનો કરવો પડે છે. જિલ્લાના 13 પોલીસ સ્‍ટેશન દ્વારા વિવિધ 24 ચેકપોસ્‍ટ ઉપર સઘન વાહન ચેકીંગ વાહનોમાં આવતા પિધેલાઓને પકડવા પોલીસ એનેલાઈર મશીનનો ઉપયોગ કરીને વિતેલી રાતમાં પોલીસે અધધ 835 જેટલા પિધ્‍ધડોને ઝડપી પાડી નશો ઉતારી દીધો છે. જિલ્લા પોલીસે કડક દારૂબંધીા અમલ માટે પકડાયેલાને સાચવવા માટે અને કોર્ટ સુધી લઈ જવા-આવવામાટે ખાનગી હોલ (વાડીઓ) અને બસો ભાડે રાખી દીધા છે. તદ્દઉપરાંત આરોગ્‍યની ટીમ પણ તહેનાત રખાઈ છે. રેપીટ ટેસ્‍ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે. હજુ તો આ હંગામો તા.30 ડિસેમ્‍બરની રાત્રીનો છે. અસલી થર્ટીફસ્‍ટ તો આજે શુક્રવારે બાકી છે. પરોઢ સુધીમાં પોલીસ બીજા હજારોને પકડશે એ ચોક્કસ છે.
—–

  • વાપી ટુ અવધ રેસીડેન્‍ટ હાઈવે થર્ટીફસ્‍ટના ધસારા ને લઈ કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો

  • સુરત તરફથી ખાનગી વાહનોની કતારો દમણ તરફ આવી રહી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
વલસાડ જિલ્લામાં આજે થર્ટીફસ્‍ટ અને ઈસુના નવા વર્ષની સ્‍વાગતનો નજારો દિવસભર જોવા મળી રહ્યો છે. લોકો દુર દુરથી દમણ-મહારાષ્‍ટ્ર કે દાનહ તરફ થર્ટીફસ્‍ટ ઉજવવા માટે દોટ મુકી રહ્યા છે. સૌ કોઈ કોરોના કે ઓમીક્રોનને વિસારે પાડીને બસ થર્ટીફસ્‍ટ ઉજવવાનો પાક્કો મુડ બનાવી દીધો છે.
વાપી ટુ અવધ રેસીડેન્‍સી (ઉદવાડા) હાઈવે આજે કલાકે સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. સુરત, નવસારી, બિલીમોરા તરફથી સેંકડો ખાનગી વાહનો રોડ ઉપર થર્ટીફસ્‍ટ ઉજવવા ઉતરી પડેલા જોવા મળ્‍યા હતા. જેને લઈ ટ્રાફિકની પેચીદી સમસ્‍યા પણ ઉભી થઈ હતી. જો કે સમયોચિત પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરતી જોવા મળી હતી.

Related posts

લવાછા દમણગંગા નદીમાં પૂજા કરવા પહેલા નદીમાં નહાવા પડેલ યુવાનનું ડૂબી જતા મોત

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તારમાં પાંચ કિ.મી. 66કે.વી.વીજલાઈનનું અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલિંગકરાશે:  નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

ભગવાનને આપણને ઘણું આપવું હોય છે, આપણે ક્ષુલ્લક માંગણીથી તેમની સત્તા પર શા માટે કાપ મૂકવો જોઈએ?

vartmanpravah

દીવમાં થઈ રહેલા સર્વાંગી વિકાસ છતાં મળેલા નબળા પ્રતિસાદથી પરાજય થયોઃ લાલુભાઈ પટેલ

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘સફાઇ મિત્ર સુરક્ષા’ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment