વલસાડઃ ૩૧
વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક તા.૧૫/૦૧/૨૦૨૨ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે મળશે. આ બેઠકમાં બંધ પડેલી દુકાનની ફાળવણી, આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં લાભાર્થીઓને સંખ્યા વધારવા, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણ, ઉજ્જવલા યોજનાની કામગીરી, ઇ-શ્રમની નોંધણી ઝડપી બનાવવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સંબંધિતોને ઉપસ્થિત રહેવા વલસાડ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું છે.