October 14, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા શરૂ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
ભારતના ચૂંટણીપંચ નવી દિલ્લીના આદેશાનુસાર ચૂંટણી વિભાગ સેલવાસ દ્વારા મતદાતા સૂચિનો ડ્રાફ્‌ટ 05મી જાન્‍યુઆરીના રોજ પ્રકાશિત કરવામા આવ્‍યો છે. જેમા કોઈપણ પ્રકારની આપત્તિ હોય અથવા જે મતદાતાઓની ઉંમર 01/01/2022ના રોજ 18વર્ષ પૂર્ણ થતી હોય કે તેથી વધુ હોય તેવા તમામ મતદાતાઓએ તેમના નામ મતદાર યાદીમા નોંધાવવા માટે અથવા મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટે અથવા મતદાર યાદીમા નોંધાયેલ નામમા સુધારો કરાવવા માટે અથવા સરનામામાં ફેરફાર કરાવવા માટે 09 નવેમ્‍બરથી 30 નવેમ્‍બર સુધી ઓનલાઇન અથવા ઓફલાઈન અરજી કરી શકશે.
રાષ્‍ટ્રીય મતદાતા પોર્ટલ એનવીએસપી પર જવુ. મતદાતાઓએ પોતાનું નામ મતદાતા સૂચિ સુનિヘતિ કરવા માટે વેબસાઈટ પર જઈ ઇલેક્‍ટ્રોલ રોલ લીંક ક્‍લિક કરી પોતાનો વોટર આઈડી નંબર દાખલ કરવો. પોતાના નામની વિગત નહિ મળતા તેમણે ચૂંટણી વિભાગ, પર્યટન ભવન સેલવાસ કાર્યાલયનો સંપર્ક કરવો. આ બધી સુવિધાઓ દાદરા નગર હવેલીના તમામ સરળ સેવાકેન્‍દ્રો ઉપર પણ ઉપલબ્‍ધ છે.

Related posts

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

પારડીમાં સ્‍વાધ્‍યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્‍થાપન

vartmanpravah

ચીખલીમાં ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્‍ય વિભાગના ફાર્મસીસ્‍ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી

vartmanpravah

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah

નાનાપોંઢા પોલીસ સ્‍ટેશનમાં બે યુવકોને કેસ બાબતે સમાધાન માટે બોલાવી ઢોર માર માર્યો તથા રોકડા લીધાનો આક્ષેપ

vartmanpravah

વર્ષો પછી પહેલા વરસાદમાં કેલિયા ડેમ અને જૂજ ડેમ છલકાયાં

vartmanpravah

Leave a Comment