Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના સ્નેહ મિલનમાં ભુદેવો ઉમટયા,અનેક કૃતિઓ રજુ થઇ

ભૂદેવોના ડીએનએમાં હંમેશા જ્ઞાનનો વારસો છે,
જે ક્‍યારેય બદલાતો નથી : અનિલ ત્રિપાઠી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપીના સલવાવ વિડા 360 ખાતે રવિવારે સાંજે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહમસમાજના સ્નેલ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભુદેવો ઉમટી પડયા હતાં. બ્રહમસમાજના પ્રમુખ અમિત મણીલાલ ભટ્ટ અને તેમની ટીમ તથા ટ્રસ્ટીઓએ હાજર મહાનુભાવોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું.ધરમપુરના જાણીતા ભાગવત કથાકાર શરદભાઇ વ્યાસે જણાવ્યું હતું કે એક સાથે બ્રાહમણો ભેગા થાય એટલે શુકન કહેવાય.સંસારમાં બધુ જ બની શકાય છે પરંતુ બ્રાહમણ બની શકાતુ નથી. જેના માટે બ્રાહમણ માતાથી જન્મ લેવો પડે છે.બ્રાહમણો છે ત્યાં સુધી સનાતન ધર્મને આંચ આવી શકશે નહિ.ભુદેવોએ દરેક સમાજને રાહ બતાવી છે.બ્રહસમાજ તમામ સમાજોને પ્રેરણાં પુરી પાડે છે.પુરાણોની રક્ષા કરવાનું કામ ભુદેવો જ કર્યુ છે. જયારે વાપી ડીવાયએસપી બી.એન.દવેએ જણાવ્યું હતુું હત્યા કરતાં અકસ્માતમાં થતાં મોતની સંખ્યા વધુ છે. એક વર્ષમાં 260 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યાં છે.જેથી ટ્રાફિક નિયમોનું પાલન થવું જોઇએ.સાયબર ક્રાઇમના ગુનાઓ સૌથી વધ્યાં છે. કોઇ પણ તેનો શિકાર બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જોઇએ. સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીએ પ્રેરક પ્રવચન આપતાં જણાવ્યું હતું કે ભુદેવો હમેંશા બીજાને પ્રેરણાં આપતાં આવ્યાં છે.વર્ષોથી તેમની સાથે સંકળાયેલો છું. જયારે વલસાડ ડિસ્ટ્રીકટ કોર્ટના સરકારી વકીલ અનિલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભુદેવોએ સમાજને હમેંશા આપ્યું છે. ભુદેવોના ડીએનએમાં હમેંશા જ્ઞાનનો વારસો છે.જે કયારેય બદલાતો નથી.ચાણકય ખુબ જ બુદ્ધિશાળી હતા,પરંતુ તેણે ચંદ્રગુપ્ત મોર્યને રાજા બનાવ્યા હતા.રાષ્ટ્ર નિર્માણમાં ભુદેવોનું ખુબ જ યોગદાન છે. યુવાન ભુદેવો યુપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષા આપી આગળ આવે તેવી હાંકલ કરી હતી. સમાજના ટ્રસ્ટી શરદ ઠાકરની દક્ષિણ ગુુજરાત બ્ર્રહમસમાજના પ્રમુખ તરીકે તથા મહેશ પંડયાની વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ તરીકે વરણી થતાં બંનેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જયારે હાર્દિક જોષી (ગુજરાત રત્ન),પરાગ જોષી(મહાત્મા ગાંધી એવોર્ડ) અને રચના ઉપાધ્યાય (આઇટી ટેનર )ને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં સમાજના ટ્રસ્ટી અશોક શુકલા,નોટિફાઇડના સભ્ય ચૈતન્ય ભટ્ટ,રોહિત સોમપુરા,હરિશ મહેતા ,મહેશભાઇ ભટ્ટ ,પંકજ શુકલા,ચંદુભાઇ પંડયા, પાર્થિવ મહેતા,નિકુંજ શુકલા હાજર રહ્યા હતાં. સમાજના પ્રમુખ અમિતભાઇ મણીલાલ ભટ્ટ,પ્રોજેકટ ચેર વિલાસ ઉપાધ્યાય અને રાજ શર્મા અને તેમની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.બ્રહમસમાજના યુવાનો માટે સમાજના પ્રમુખ અમિત ભટ્ટે વિઝનેરી ગૃપ તૈયાર કરી 21ની જગ્યાએ 61 યુવાનોને સભ્ય બનાવ્યાં છે.આ સ્નેહ મિલનમાં બિઝનેસ ટુ બિઝનેસમાં વધારેમાં વધારે લોકોને જોડાવાનો અનુરોધ થયો હતો. આ ઉપરાંત સોસિયલ મિડિયાના ઓછા ઉપયોગ માટે એક કૃતિ રજુ થઇ હતી. હાજર સૌ ભુદેવોએ આ કૃતિને વધાવી સોસિયલ મિડિયાનો ઓછો ઉપયોગ અંગેની પ્રેરણાં આપી હતી.

Related posts

કપરાડા તાલુકાના બુરલા ગામે મુખ્‍ય પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્‍વેટર અને ગ્રામજનોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

વાપીમાં અનંત ચૌદશે બાપ્‍પાની ભાવિકોએ અશ્રુભીની આંખે ભાવવિભોર બની વિદાયઆપી

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

આજે દમણ અને દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશાળ કાર્યકરો સાથે પોતાનું ઉમેદવારી પત્રકભરશે

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

Leave a Comment