October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

સ્‍થાનિક સોસાયટીના નાગરિકોએ સ્‍વયંભુ અભિવાદન કાર્યક્રમ યોજ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01
શ્રી સૌરાષ્‍ટ્ર લેઉઆ પટેલ સમાજ વાપી ખાતે માનનીય મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ (નાણાં, ઉર્જા એવં પેટ્રોકેમિકલ્‍સ) નો દરેક સોસાયટીના નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ અને નાગરિકો દ્વારા સન્‍માન કરવાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. આશરે આ વખતે વાપી વિસ્‍તારમાં 8પ ટકા જેટલો વરસાદ પડી ગયો અને જેમાં વાપી શહેર વિસ્‍તાર અને વાપી જીઆઈડીસી વિસ્‍તાર ખાતે વર્ષો જુની પાણી ભરાવાની સમસ્‍યા હતી, જેનો સુખદ અંત આવેલ. જે કેબીનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ ધારસભ્‍ય હતા ત્‍યારે આ વિસ્‍તારના નાગરિકોને ભરોશો આપેલ કે અમારી સરકાર દ્વારા આનો ઉકેલ આવશે. અને છેલ્લા બે વર્ષથી જે સમસ્‍યા પાણી ભરાવાની એ પુરી થઈ અને વાપીનો જે વિકાસ થઈ રહ્યો છે. તેને બિરદાવવા સ્‍વયંભુ આ વિસ્‍તારની દરેક સોસાયટીના નાગરિકો દ્વારા મંત્રીશ્રીને સન્‍માનવાનો અને તેમની સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાંઆવેલ. તેમાં 500 જેટલા નાગરિકો આવ્‍યા અને બધાએ ભારતીય જનતા પાર્ટી તેમજ કનુભાઈ દેસાઈને અભિનંદન આપ્‍યા હતા. લોકો વિકાસને જ મત આપે છે જે ખરા અર્થમાં સાબિત થાય છે.
આ કાર્યક્રમમાં વાપી ભાજપ પ્રમુખ અને વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. માનદ મંત્રી શ્રી સતિષભાઈ પટેલ, વાપી નોટીફાઈડ ભાજપ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વી.આઈ.એ.ના પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, પારડી વિધાનસભા ભાજપના પ્રભારી શ્રી હેમંતભાઈ ટેલર, વી.આઈ.એ.ના એડવાઈઝરી બોર્ડના સભ્‍યો શ્રી એ. કે. શાહ, શ્રી મિલનભાઈ દેસાઈ, શ્રી એલ. એન. ગર્ગ, પટેલ સમાજના પ્રમુખ નાનુભાઈ બામરોલીયા, અગ્રણી ઉદ્યોગપતિઓ, વાપીની, સોસા.ના પ્રમુખો, સભ્‍યો, નાગરિકો સ્‍વયંભૂ જોડાયા હતા.
વાપી શહેર અને વાપી નોટીફાઈડના વિકાસલક્ષી કાર્યો બાબતે નાગરિકો સાથે શ્રી કનુભાઈ દેસાઈએ જન સંવાદ કર્યો હતો, જેમા ઉપસ્‍થિત રહી વિસ્‍તારના અગ્રણીઓ, ભાજપાના હોદ્દેદારશ્રીઓ અને નગરજનો સાથે વિસ્‍તારના કરેલા કામોનું મુલ્‍યાંકન અને થઈ રહેલા કાર્યોની બાબતે ચર્ચા કરી હતી. સતિષભાઈ પટેલ દ્વારા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનું અને દરેક આવેલ મહાનુભાવોનું શાબ્‍દીક સ્‍વાગત કર્યું હતું અને વિકાસના થયેલ કામોની જાણકારી આપી હતી. સાથે હેમંત પટેલ દ્વારા વાપી વિસ્‍તારમાં અને નોટીફાઈડ વિસ્‍તારમાંબીલખાડીને પહોળી કેવી રીતે કરવામાં આવી અને આ વિસ્‍તારમાં પાણી ન ભરાય તેના માટે જે કાર્ય કરવામાં આવ્‍યું તેની વિગતવાર જાણકારી નાગરિકોને આપવામાં આવી હતી.

Related posts

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

અતુલ કન્‍યાશાળામાં 250 જેટલી કન્‍યાઓને આર્મર માર્શલ આર્ટસની ટ્રેનિંગ આપવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

બગવાડામાં ચાર મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

vartmanpravah

Leave a Comment