Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં કોરોના બેફામ : મંગળવારે 189 પોઝિટીવ કેસ નોંધાયા : 1નું મૃત્‍યુઃ39 સાજા થયા

સૌથી વધારે વલસાડ વિસ્‍તારમાં 120, પારડી-15, વાપી-39, ઉમરગામ-07, ધરમપુર-06, કપરાડા-02

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11
વલસાડ જિલ્લામાં કોરોના બેફામબની રહ્યો છે. મંગળવારે બે સદીના આંકડા નજીક 189 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જે ચિંતાજનક બાબત સર્વે જિલ્લા માટે બની ચૂકી છે. રોજ એવરેજ 100 ઉપર કોરોના કેસો નોંધાતા જાય છે અટકવાનું નામ નથી.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ટોપ ગિયરમાં હોય તેમ તેમ રોજે રોજે નવા વધુને વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આજે મંગળવારે 189 આ સપ્તાહના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં વલસાડ વિસ્‍તાર દરરોજની જેમ અગ્રેસર 120 કેસ, પારડીમાં 15, વાપીમાં 39, ઉમરગામમાં 07, ધરમપુરમાં 06 અને સૌથી ઓછા કપરાડાના 02 કેસ નોંધાયા છે. આજે 39 કોરોનાના દર્દી સાજા થતા રજા અપાઈ હતી. જ્‍યારે એક મૃત્‍યુ નોંધાયું છે. સારી બાબત એ રહી છે કે મૃત્‍યુનો દર બીજી લહેર જેટલો વધતો નથી, અંકુશમાં છે તે સૂચક છે.

Related posts

બીલીમોરા સહિત ચીખલી પંથકમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાઍ રાખડી – મીઠાઈ ખરીદવા બજારોમાં ઉમટેલી ભીડ

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી અને શિક્ષણ સચિવ અંકિતા આનંદના દિશા-નિર્દેશ હેઠળ દમણ જિલ્લાની તમામ શાળાના આચાર્યો અને નોડલ સેફટી શિક્ષકો માટે ‘ગુડ ટચ, બેડ ટચ’ના સંદર્ભમાં યોજાયેલ અર્ધદિવસીય જાગૃતતા સત્ર

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાના પરિપત્ર વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment