(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં આદિવાસીઓના નાયક એવા બિરસા મુંડા અંગે શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં શિક્ષિકા શિખા નાયક દ્વારા વિદ્યાર્થીઓને માહિતી અપાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાઓમાંજનજાતિય ગૌરવ પખવાડા 2024 અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું સૂચન કરવામાં આવ્યું હોય જેને લઈ શાળામાં ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓને 15 નવેમ્બર 1875 માં ઝારખંડમાં જન્મ લેનાર અને આદિવાસી નવયુવાન નેતા બિરસા મુંડા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આદિવાસીઓના ભગવાન એવા બિરસા મુંડા કે જેઓએ સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના ઉત્કર્ષ માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમણે કરેલા આ પ્રયત્નો અંગે ઝીણવટભરી જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.