Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા લોક સહયોગ જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડઃ તા.૧૨: કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વને અસર થવા પામેલ છે. વિશ્વના તમામ દેશો કોરોનાથી બચવા વિવિધ પ્રયાસો કરી રહી છે. ત્‍યારે વલસાડ જિલ્લામાં ત્રીજી લહેરને રોકવા માટે વિવિધ પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા છે.

જિલ્લાના દરેક તાલુકાઓમાં ધનવન્‍તરી રથો ઘરે – ઘરે ફરી રહયા છે. જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. ઘરબેઠા સારવાર ડોકટર આપના દ્વારા નવો અભિગમ શરૂ કરવામાં આવ્‍યો છે. આ અભિગમમાં હેલ્‍પલાઇન નંબર-૦૨૬૩૨-૨૫૩૩૮૧ ચોવિસ કલાક કાર્યરત છે. જો કોઈ પોઝીટીવ વ્‍યક્‍તિ હોમ આઇસોલેશનમાં હોય ત્‍યારે તેઓને મેડીકલ સલાહ સૂચનની જરૂરિયાત હોય તો સબંધિત આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફિસર જોડે વાત કરાવવામાં આવશે અથવા જરૂર પડે તો મેડીકલ ટીમ દ્વારા વિઝીટ કરાવવામાં આવશે અને તેઓ દ્વારા જરૂરી સલાહ સુચન આપવામાં આવશે. આ ઉપરાંત જે વ્‍યક્‍તિ ચાલી ન શકે તેવા દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો માટે ઓન કોલ જેઓએ ટેસ્‍ટિંગ કરાવવાની જરૂરિયાત હોય તેઓના ઘરે ટીમ દ્વારા જઈને કોવિડ-૧૯ ના તપાસ કરવા માટે સેમ્‍પલ લેવામાં આવશે.

આ ઉપરાંત વલસાડ જિલ્લામાં દિવ્‍યાંગ, શારીરિક રીતે અશકત અને પથારીવશ લોકો એવા પણ છે જે વેકસીન સેન્‍ટર સુધી આવી નથી શકતા તેવા નાગરિકો માટે ઘર બેઠા વેકસીનેશન કામગીરી છે શરૂ કરવામાં આવી છે.

કોરોનાની લડાઇ હજી લાંબી છે અને સૌ કોરોના વોરિયર્સ લોકોના આરોગ્‍યની સુરક્ષા માટે રાત દિવસ અવિરત સેવા આપી કોરોનાને નાથવા પ્રયત્‍નશીલ છે, ત્‍યારે આપણે સૌએ ભેગા મળીને સહિયારા પુરુષાર્થથી કોરોના સામેનો જંગ લડવાનો છે. સરકાર ગાઇડલાઇનનું સૌએ ચુસ્‍તપણે પાલન કરવું, બીન જરૂરી ઘરમાંથી બહાર નિકળવાનું ટાળવું, માસ્‍ક યોગ્‍ય રીતે પહેરવું, સામાજીક અંતરનું પાલન કરવું, સાબુ કે સેનેટાઇઝરથી હાથ વારંવાર ધોવા અત્‍યંત જરૂરી છે. સાથોસાથ હાલમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને સફળ બનાવવામાં પાત્રતા ધરાવતી દરેક વ્‍યક્‍તિ રસીકરણ કરાવી પોતે, પોતાનો પરિવાર અને સમાજને કોવિડ-૧૯ મહામારીથી સુરક્ષિત કરવા વલસાડ કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનને સફળ બનાવવા માટે આઇ.સી.ડી.એસ. શિક્ષણ, પંચાયત વિગેરે વિભાગો તથા સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ખાનગી હોસ્‍પિટલોનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે ગામે ગામ પ્રચાર પ્રસાર, લઇ, લોકોમાં જન જાગૃતિ કેળવી રસીકરણનો વ્‍યાપ વધારવા તમામ પ્રયત્‍નો હાથ ધરવામાં આવી રહયા છે.

આપણી નાનકડી બેદરકારી આવનારા દિવસોમાં લોકોને મુશ્‍કેલીમાં મુકી શકે છે, એટલે જ કોરોનાથી ડરો નહીં, સાવચેતી રાખો, રસી લો એજ આજના સમયની માંગ છે. કોવિડ -૧૯ વેક્‍સીન સેન્‍ટરોની યાદી જિલ્લા પંચાયતની વેબસાઇટ ઉપર ઉપલબ્‍ધ હોવાનું મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ દ્વારા જણાવાયું છે.

Related posts

દાદરા પંચાયતે ગંદકી ફેલાવનાર કંપનીઓના કાપેલા વીજ કનેકશનઃ ગંદકી ફેલાવનારાઓમાં ફફડાટ

vartmanpravah

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

વાપીમાં બે દિવસીય સામુહિક સફાઈનું અભિયાન નગરપાલિકા દ્વારા હાથ ધરાયું

vartmanpravah

Leave a Comment