October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

રાત્રિ દરમિયાન વાહનચાલકોને ડિવાઈડર સ્‍વચ્‍છ રીતે નજરે નહીં પડતાં મોટા અકસ્‍માત થવાનો ભય

તસવી-અહમવાલ: દિપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.16
ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગની વચ્‍ચે બનાવવામાં આવેલી ડીવાઈડરનાં નીચેના ભાગમાં સરકારના લાખો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલા સફેદ રંગના પટ્ટા (થર્મો પ્‍લાસ્‍ટ) ઉપર ધૂળના ઢગલાં જામી જતાં વાહન ચાલકો ખાસ કરીને રાત્રિના સમયે મુશ્‍કેલીમાં મુકાઈ રહ્યા છે, છતાં સરકારશ્રીનાઅધિકારીઓ આ બાબતે અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહ્યા હોવાની લાગણી પ્રવર્તી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગો ઉપર બનાવવામાં આવેલ ડીવાઈડરનાં નીચેના ભાગમાં સફેદ રંગના પટ્ટા (થર્મો પ્‍લાસ્‍ટ) જે રાત્રી દરમ્‍યાન વાહનોની લાઇટના પ્રકાશમાં વાઇટ પટ્ટા લાઈટના ઉજાશમાં ચમકતા હોય છે અને જેનાથી રસ્‍તો સાફ દેખાતો હોય છે, પરંતુ અહીં આ થર્મોપ્‍લાસ્‍ટના પટ્ટા ઉપર ધૂળના ઢગલાં જામી જતાં વાહનચાલકો માટે અડચણ ઉભી થઈ રહી છે.
ખાસ કરીને રાત્રી દરમ્‍યાન અવર-જવર કરતા નાના-મોટા વાહન ચાલકોને સફેદ રંગના પટ્ટા નહિ દેખાતા ડિવાઈડરમાં ભટકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે અને મોટું નુકસાન સાથે મોટી દુઘર્ટના થવાની ભીતિ સેવાઈ રહી છે. ચીખલી તાલુકામાંથી પસાર થતો રાજ્‍ય ધોરીમાર્ગ પર રાત્રી દરમ્‍યાન ચીખલી-વાંસદા-લઈ સાપુતારા સુધી અનેક વાહનો પસાર થતા હોય છે. જેમાંના કેટલાક વાહનો રાત્રી દરમ્‍યાન મહારાષ્‍ટના નાસિકથી આવતા વાહનોમાં શાકભાજી તેમજ અન્‍ય વેપાર અર્થે આવતા વાહનો બીલીમોરા સહિત વેપાર સાથે અકળાયેલા મોટા વાહનો રાત્રી દરમ્‍યાન ચીખલી-નવસારી-સુરત જેવા મોટા શહેરમા જવા માટે રાત્રી દરમ્‍યાન નાના-મોટા ભાગના વાહનો ચીખલી તાલુકામાંથી પસાર થતા હોય છે.જ્‍યારે મોટા વાહન ચાલકો માટે રાત્રિ દરમ્‍યાન રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે સફેદ પટ્ટા (થર્મો પ્‍લાસ્‍ટ) જે રાત્રી દરમ્‍યાન વાહનોની લાઇટના પ્રકાશથી ચમકતો હોય છે પરંતુ અહી વાઇટ પટ્ટા ઉપર ધૂળના ઢગલાં હોવાથી વાઇટ પટ્ટો લાઈટના ઉજાસમાં નહિ ચમકતા બાજુમાં થયેલ ડીવાઈડર બાંધકામ નહિ દેખાતા દુઘર્ટના ઘટવાની નોબત આવી શકે છે.
ચીખલીથી માણેકપોર સુધી રસ્‍તાની વચ્‍ચે મૂકવામાં આવેલ ડીવાઈડરના નીચેના ભાગે ધૂળનાં ઢગલા જામી જતાં પાડવામાં આવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) વાઇટ પટ્ટો વાહન ચાલકોને રાત્રી દરમ્‍યાન નહિ દેખાતાં મોટી દુઘર્ટના ઘટવાની શકયતા બની શકે છે. જ્‍યારે ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી નિદ્રામાંથી જાગી યોગ્‍ય રીતે ડીવાઈડરની બન્ને સાઇડે સાફ સફાઈ કરાવેએ જરૂરી બન્‍યું છે.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

કોરોમંડલ ઈન્‍ટરનેશનલે શંકરસુબ્રમણ્‍યનને એમડી અને સીઈઓ તરીકે નિયુક્‍ત કર્યા

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

Leave a Comment